કેલિફોર્નિયા: અમેરિકાની એક અદાલતે માસૂમ છોકરી સાથે રેપ અને તેને ગર્ભપાત કરાવવા માટે મજબૂર કરવા માટે આરોપીને દોષી માની 1503 વર્ષની સજા સંભળાવી છે. તેના પર નાબાલિક છોકરી સાથે બળાત્કાર કરવાનો આરોપ હતો.


આ ધટના કેલિફોર્નિયાની છે. રેને લૉપેઝે વર્ષ 2009થી 2013 વચ્ચે અગણિત વખત નાબાલિક છોકરી સાથે રેપ કર્યો. એક વખત છોકરી પ્રેગનેટ થઈ તો તેણે પૈસા આપી એર્બોશન કરવા માટે પણ છોકરીને મજબૂર કરી

સરકારી વકીલે આરોપી માટે વધુમાં વધુ સજાની માંગ કરી છે. તેને સપ્ટેમ્બરમાં 186 મામલામાં દોષી ગણવામાં આવ્યો છે. કોર્ટ તેને સજા આપતા કહ્યુ કે આ સમાજ માટે ભયજનક છે. માટે તેને બહાર રાખવો યોગ્ય નથી.વકીલે કોર્ટમા તેની પોલ ખોલી હતી આરોપીએ જજને લખેલી ચીઠ્ઠીમાં ભેદભાવનો આરોપ લગાવ્યો હતો અને છોકરીની ભૂલ હોવાની વાત કરી હતી. સરકારી વકીલે કોર્ટને જણાવ્યુ કે આરોપીએ પોતની શારિરીક જરૂરિયાત પૂર્ણ કરવા માટે છોકરીને ઉપયોગ કર્યો છે.

તેણે એક અઠવાડિયામા બેથી ત્રણ વાર છોકરી સાથે રેપ કર્યો છે. આ વાતનો ખૂલાસો પીડિતાએ કર્યો છે. છોકરીએ ખૂબ જ તણાવનો સામનો કરી હિમ્મત એકઠી કરી પોલીસ પાસે જઈને ફરિયાદ દાખલ કરાવી છે.