નવી દિલ્લી: અમેરિકી રાષ્ટ્રપતિ પદના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપની પુત્રી વર્જિનિયામાં ભારતીય અમેરિકી સમુદાયના લોકો સંગ મંદિરમાં દિવાળી મનાવશે.


દિવાળી હિંદુઓનો સૌથી અગત્યનો સૌથી મોટો તહેવાર છે અને વર્જીનિયા અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઘણી મહત્વપૂર્ણ છે. અહીં રહેનાર ભારતીય મૂળના લોકો પારંપરિક રૂપથી ડેમોક્રેટિક પાર્ટીને સપોર્ટ કરતા રહ્યા છે. આ સિલસિલાને તોડવા અને તે ભારતીયોનો દિલ જીતવા માટે ડોનાલ્ડ ટ્રંપની આ કોશિશ ચૂંટણીમાં રંગ લાવી શકે છે.

ઈલેક્શન કેંપેનના ઑફિસર્સ અને હિંદુ સમુદાયના નેતાઓએ મીડિયાને જણાવ્યું કે આગામી બુધવારે ડોનાલ્ડ ટ્રંપની પુત્રી ઈવાંકા ટ્રંપ ભારતીય અમેરિકી સમુદાયની સાથે દિવાળી મનાવશે. તે ચેનટિલિ સ્થિત રાજધાની ટેમ્પલ મુલાકાત વખતે દિવાળી મનાવશે. એવું પહેલી વખત થશે જ્યારે અમેરિકી પદના શીર્ષ ઉમેદવારોમાંથી એકની પુત્રી કોઈ હિંદુ મંદિરમાં જઈને દિવાળી મનાવશે.