સ્પેન: સ્પેનમાં કોરોનાવાયરસથી સંક્રમિત લોકોની સંખ્યાવધીને 75753 થઈ છે અને છેલ્લા 24 કલાકમાં 100 થી વધુ નવા મોત નોંધાયા છે. આરોગ્ય અધિકારીઓએ રવિવારે આ માહિતી આપી હતી. સ્પેનમાં 2000 નવા કેસ નોંધાયા છે.


ઇટાલી પછી યુરોપના બીજા સૌથી અસરગ્રસ્ત દેશમાં સામેલ થયો છે. સ્પેનમાં સરકારે દેશવ્યાપી લોકડાઉન લગાવ્યા બાદ લોકોને નોકરી પર જવા, તબીબી સંભાળ લેવા અથવા ખાદ્યપદાર્થો ખરીદવા સિવાય ઘરમાંથી બહાર નિકળવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેજ(Pedro Sanchez)ના પત્ની બેગોના ગોમેજ(Begona Gomez) કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો છે. સ્પેનની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું કે, બેગોનાને તપાસ બાદ પૉઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તેના બાદ તેમની મેડ્રિડ સ્થિત પ્રધાનમંત્રી આવાસ પર હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. આ પહેલા પીએમ સાંચેજના કેબિનેટના બે મંત્રીઓ પણ પોઝિટિવ મળી આવ્યા હતા. જેના પગલે અન્ય મંત્રીઓની પણ તપાસ કરવામાં આવી હતી પરંતુ બે મંત્રીઓ સિવાય તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

કોરના વાયરસથી દુનિયાભરના લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે. કોરોના સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહે છે. દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 5 હજારથી વધુ લોકોનાં મોત થયા છે. તે સિવાય સંક્રમિત લોકોની સંખ્યા વધીને દોઢ લાખથી વધુ થઈ ગઈ છે.