ચીને વર્ષ 2022-23 માટે પોતાના રક્ષા બજેટમાં જંગી વધારો કર્યો છે. ચીને પોતાના રક્ષા ખર્ચમાં 7.1 ટકાથી વધારીને 229 બિલિયન ડોલર કરી દીધું છે. આ પહેલાં ચીનનું રક્ષા બજેટ 6.8 ટકા હતું. શનિવારે પોતાના બજેટ ખર્ચની જાહેરાત કરીને સંદેશ આપ્યો કે, ચીનની સેના શક્તિશાળી છે. અમેરિકા પછી ચીન હવે દુનિયામાં રક્ષા બજેટ ઉપર સૌથી વધુ ખર્ચ કરનાર દેશ બની ગયો છે. 


અમેરિકા પહેલા નંબરેઃ
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ચીન સાથે વધી રહેલા તણાવને લઈને  વર્ષ 2022 માટે 768.2 અરબના રક્ષા બજેટને મંજુરી આપી હતી. આ બજેટમાં હિંદ પ્રશાંત વિસ્તારમાં શરુ થનાર અભિયાન માટે 7.1 અરબ ડોલરની પણ જોગવાઈ કરાઈ હતી. બજેટમાં અત્યાધુનિક ટેક્નોલોજી જેવી કે, હાઈપર સોનિક હથિયાર, આર્ટિફિશિયલ ઈંટેલિજેન્સ , 5જી, ક્વાંટમ કંપ્યુટિંગ જેવી રાષ્ટ્રીય સુરક્ષા માટેની મહત્વપુર્ણ ટેક્નોલોજી પર ભાર મુકવામાં આવ્યો હતો. 


રશિયા કયા નંબર પર?
અમેરિકા અને ચીન સાથે રશિયાની વાત કરીએ તો, રક્ષા બજેટમાં રશિયા ત્રીજા નંબર પર છે. રશિયાની વૈશ્વિક હથિયાર વેપાર ઉપર નજર રાખનાર સંસ્થા સ્ટોકહોમ ઈંટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટની માહિતી મુજબ વર્ષ 2020માં રશિયાનું રક્ષા બજેટ 61.7 અરબ અમેરિકન ડોલર હતું જે ચીન અને અમેરિકા પછી દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટું રક્ષા બજેટ હતુ.


ભારતે આ વર્ષે રક્ષા બજેટમાં 2021-22ની સરખામણીમાં લગભગ 10 ટકા જેટલો વધારો કર્યો છે. આ વર્ષે 2022-23માં કુલ રક્ષા બજેટ રુ. 5.25 લાખ કરોડ છે. ગયા વર્ષે 2021-22માં કુલ રક્ષા બજેટ 4.78 લાખ કરોડ હતું. 


ભારતે રિસર્ચ પર ખર્ચ કર્યોઃ
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D)માં પ્રાઈવેટ ઈન્ડસ્ટ્રીને વધારો આપવાના ઈરાદાથી પહેલી વખત રક્ષા બજેટમાં આર એન્ડ ડીનો 25 ટકા ભાગ સ્ટાર્ટ-અપ, સ્વદેશી ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓને આપવામાં આવશે. જેથી દેશની સુરક્ષામાં નવી ટેક્નોલોજી લાવી શકાય અને દુનિયાની સાથે ભારત પણ નવી ટેક્નોલોજી બીજા દેશોમાં એક્સપોર્ટ કરી શકે.