નવી દિલ્લી: દુનિયા જે મસૂદ અઝહરને આતંકી માની રહી છે તે મસૂદને બચાવવા માટે ચીન પ્રયાસ કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ચીને વીટો પાવર  ન લગાવ્યો હોત તો ભારતની માંગ પર મસૂદને સંયુક્ત રાષ્ટ્રમાં આતંકી જાહેર કરી દેવામાં આવ્યો હોત.

ચીનની વીટોની પરિપક્વતા પૂર્ણ થઈ રહી હતી પરંતુ ચીને મસૂદને બચાવી લીધો. જેના કારણે હવે મસૂદ છ મહિના સુધી પાકિસ્તાનમાં રહીને આતંકી ષડયંત્ર રચી શકશે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની જે કમિટી સામે ભારતની અરજી છે તેને મંજુર કરવામાં આવે તો મસૂદની દુનિયાભરની સંપતિ જપ્ત કરવામાં આવે અને તે ખુલ્લેઆમ ફરિ પણ ન શકે.

ચીન પકિસ્તાનના સ્વાર્થમાં આંધળુ થયું છે. ભારતની માંગ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 14 દેશોએ મોહર લગાવી હતી પરંતુ ચીને વીટો પાવરનો ઉપયોગ કરી મસૂદને બચાવી લિધો.

જૈશે એ મોહમ્મદનો મસૂદ અઝહર ખતરનાક આતંકી છે. જેણે આ વર્ષે પઠાનકોટમાં સેનાના એરબેસ પર હુમલો કરાવ્યો હતો. મસૂદનો હાથ ઉરી હુમલામાં પણ હોવાનું માનવામાં આવે છે.