વોશિંગ્ટનઃ પાકિસ્તાનને આતંકવાદનું પ્રાયોજક દેશ જાહેર કરવાના પ્રસ્તાવ વાળી વ્હાઇટ હાઉસની ઑનલાઇન અરજી પર અંદાજે 5 લાખ લોકોએ સમર્થન કર્યું હતું.  ઓબોમાં સરકાર પાસે આ અંગે જવાબ મેળવવા માટે જરૂરી સંખ્યાની 5 ગણી વધારે સંખ્યા છે.

આ અરજી આર.જી. નામના એક વ્યક્તિએ 21 સપ્ટેંબરે કરી હતી. આ સંબંધમાં વ્હાઇટ હાઉસ પાસેથી જવાબ મેળવવા માટે ત્રણ દિવસમાં 1 લાખ લોકોના હસ્તાક્ષરની જરૂર હતી. અને એક સપ્તાહની અંદર 1 લાખનો આકંડો પાર કરી ગયો હતો. અને 2 સપ્તાહની અંદર 5 લાખ લોકોએ અરજી પર હસ્તાક્ષર પર કરી દીધા હતા. આ અરજી હવે વ્હાઇટ હાઉસની વેબસાઇટ પર જાણીતી થઇ ગઇ છે. ઓબામાં પ્રશાસન આ મામલે 60 દિવસની અંદર જવાબ આપી શકે છે.

પોતાના ફેસબૂકના પેજ પર શેર કરનાર જોર્જટાઉન યૂનિવર્સિટીના વૈજ્ઞાનિક અંજૂ પ્રીતે જણાવ્યું હતું કે, "અમે લોક પાકિસ્તાનને આતંકવાદનો પ્રયોજક દેશ જાહેર કરવા માટે પ્રશાસને કહીશુ." અરજીના સમર્થનમાં 10 લાખ હસ્તાક્ષરનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. અમે તે પહેલા નથી રોકવાના.

તેમણે જણાવ્યું છે કે, "હવે સક્રિયતા દેખાડવાનો સમય છે. વ્હાઇટ હાઉસ સાથે અરજી પર હસ્તાક્ષર કરવા આપણે સૌ હાથ મિલાવીએ." આતંકવાદ પર કૉંગ્રેસની ઉપ સમિતિના અધ્યક્ષ ટેડ પોએ કૉંગ્રેસના વધુ એક સાથી સભ્ય ડાના રોહરાબેકર સાથે મળીને અરજી એચ.આર 6069 રજૂ કરી હતી. આ અરજી પર 21 ઓક્ટોબર સુધી હસ્તાક્ષર થઇ શકે છે.