બીજિંગ: ચીને તેની સૌથી મોંઘી પનવિજળી પરિયોજનાના નિર્માણ હેઠળ તિબેટમાં બ્રહ્નપુત્રની સહાયક નદીનો પ્રવાહ રોકી દીધો છે, જેના કારણે ભારતમાં ચિંતા ઉત્પન્ન થઈ શકે છે. કારણ કે નદીના નીચેના ભાગમાં પાણીનો પ્રવાહ પ્રભાવિત થવાની શંકા છે.


ચીનની સરકારી સમાચાર એંજન્સી શિન્હુઆને પરિયોજનાના પ્રશાસન પ્રમુખ ઝાંગ યુન્બોની ખબરથી કહ્યું કે તિબેટની શિગાજેમાં યારલુંગ ઝાગ્બો (બ્રહ્નપુત્રનું તિબેટ નામ)ની સહાયક નદી શિયાબુકૂ પર બની રહેલી લાલ્હો પરિયોજનામાં 4.95 અરબ યુઆન( 74 કરોડ ડૉલર) નું રોકાણ કરવામાં આવ્યું છે.

શિગાજેને શિગાત્ઝો ના નામે પણ ઓળખવામાં આવે છે. તે સિક્કિમથી જોડાયેલી છે. બ્રહ્નપુત્ર શિગાઝેથી થઈ અરૂણાચલમાં જાય છે.જાણકારી મુજબ સૌથી મોંઘી પરિયોજનાનું નિર્માણ કાર્ય જૂન 2014માં શરૂ કરવામાં આવ્યું હતું. આ કામ 2019 સુધીમાં પૂર્ણ થશે. જાણકારી મુજબ કહેવામાં આવ્યું છે કે હાલ એ નક્કી નથી કે નદીનો પ્રવાહ રોકવાથી નીચેના ભાગમાં આવતા દેશો ભારત અને બાંગ્લાદેશમાં પાણીના પ્રવાહને લઈને કોઈ અસર પડી હોય.