નવી દિલ્હી: કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન મશરફ મુર્તઝા પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. બાંગ્લાદેશની મીડિયા રિપોર્ટ્સમાં આ વાતોનો દાવો કરવામાં આવી રહ્યો છે.

રિપોર્ટ્સ પ્રમાણે, પૂર્વ કેપ્ટન મુર્તઝાની કોરોના રિપોર્ટ શુક્રવારે સાંજે પોઝિટિવ આવ્યો હતો. તેઓ છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ અનુભવી રહ્યા હતા. મુર્તઝા હાલમાં પોતાના ઘરે જ આઈસોલેશનમાં છે. મૃર્તઝાના ભાઈએ જણાવ્યું કે, મુર્તઝાને બે દિવસથી તાવ હતો અને તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, મુર્તઝા બાંગ્લાદેશના સાંસદ પણ છે. માર્ચમાં ક્રિકેટ પર બ્રેક લગાવતા પહેલા મશરફે કેપ્ટન પદેથી રાજીનામુ આપી દીધું હતું. મશરફ બાંગ્લાદેશના સૌથી સફળ ખેલાડીઓમાંથી એક છે. તેમણે અત્યાર સુધી પોતાના કેરિયરમાં 36 ટેસ્ટ મેચ, 220 વનડે અને 54 ટ્વેન્ટી ટ્વેન્ટી રમી છે.