Dalai Lama: મોંગોલિયાનો એક આઠ વર્ષનો બાળક ચીન માટે આંખના કણા સમાન બની ગયો છે. આ બાળક ચીનને એટલું નુકસાન પહોંચાડી રહ્યું છે કે તે કોઈપણ કિંમતે આ માસૂમ બાળકને પોતાની કસ્ટડીમાં લેવા માંગે છે. આ બાળકની વિશેષતા એ છે કે તેને તિબેટીયન બૌદ્ધ ધર્મના ત્રીજા સૌથી મહાન ધાર્મિક નેતા 10મા ખલખા જેત્સુન ધંપા રિનપોચેનો પુનર્જન્મ માનવામાં આવે છે.
હકીકતમાં, બૌદ્ધ ધર્મના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાએ પોતે આ બાળકને આ દરજ્જો આપ્યો છે. આ બાળકનું નામ એ. અલ્તાન્નર છે, જેની ઉંમર આઠ વર્ષ છે. હવે આ બાળક દલાઈ લામા અને પંચેન લામા પછી બૌદ્ધ ધર્મનો ત્રીજો સૌથી મોટો ધાર્મિક નેતા બની ગયો છે. ઉલ્લેખનીય છે કે બૌદ્ધ ધર્મમાં ધાર્મિક નેતાઓના પુનર્જન્મનું વિશેષ મહત્વ છે. આવી સ્થિતિમાં, ભારતના હિમાચલ પ્રદેશમાં એ. અલ્તાન્નરને તિબેટના ધાર્મિક નેતા તરીકે માન્યતા આપવા માટે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે ચીન રોષે ભરાયું છે. તમને જણાવી દઈએ કે હિમાચલ એ જ જગ્યા છે જ્યાં 87 વર્ષીય દલાઈ લામા નિર્વાસિત જીવન જીવે છે. તિબેટની નિર્વાસિત સરકાર પણ આ જગ્યાએથી કામ કરે છે.
આ બાળકનો જન્મ સમૃદ્ધ પરિવારમાં થયો છે
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, એ. અલ્તાનારનો જન્મ એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો, તેથી કોઈએ વિચાર્યું ન હતું કે તે આટલી નાની ઉંમરમાં તિબેટના ધાર્મિક નેતાના માર્ગે ચાલશે. હકીકતમાં, આ બાળકને બૌદ્ધ ધર્મના આધ્યાત્મિક નેતાના પુનર્જન્મ તરીકે ઓળખવાતા ચીન નારાજ છે.
ચીની સરકારે આદેશ જારી કર્યો હતો
ઉલ્લેખનીય છે કે 2007માં ચીનની સરકારે આદેશ જાહેર કર્યો હતો કે, બૌદ્ધ લામાઓને ચૂંટવાનો અધિકાર માત્ર કમ્યુનિસ્ટ પાર્ટીને છે. ચીનની બહારની કોઈ વ્યક્તિ કે જૂથ તેને પ્રભાવિત કરી શકે નહીં. આવી સ્થિતિમાં મોંગોલિયન લોકોને ડર છે કે દલાઈ લામાના આ નિર્ણયથી નારાજ ચીન તેમના દેશ વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરી શકે છે.
આ બાળકને કેવી રીતે પસંદ કરવામાં આવ્યું?
વાસ્તવમાં, આ બાળકને કેટલાક અન્ય બાળકો સાથે મોંગોલિયાની રાજધાની ઉલાનબટારના એક વિશાળ મઠમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં બાળકોને ધાર્મિક વસ્તુઓથી ભરેલ વેરવિખેર એખ ટેબર બતાવવામાં આવ્યું હતું. આ સાથે બાળકોનું ધ્યાન ભટકાવવા માટે અન્ય વસ્તુઓથી ભરેલ અન્ય વસ્તુ બીજી બાજુ મૂકવામાં આવી હતી. જેનાથી બધા જ બાળકોનું ધ્યાન ભટકી ગયું પરંતુ અલ્તાન્નારનું ધ્યાન હટ્યું નહીં. તેણે વેરવિખેર ધાર્મિક વસ્તુઓને વ્યવસ્થિત કરવાનું શરૂ કર્યું.