Nobel Prize 2023: નોર્વેજિયન નોબેલ સમિતિએ નર્ગેસ મોહમ્મદીને 2023 નો નોબેલ શાંતિ પુરસ્કાર આપવાનો નિર્ણય કર્યો છે.


નોર્વેજિયન નોબેલ કમિટિએ ઈરાનમાં મહિલાઓની ઉત્પીડન સામે લડત  આપવા માટે અને માનવ અધિકાર,  સ્વતંત્રતા માટે તેમની લડાઈ માટે નર્ગેસ મોહમ્મદીને 2023 નોબેલ શાંતિ પુરસ્કાર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


આ વર્ષનો શાંતિ પુરસ્કાર એ લાખો લોકોને  સન્માનિત કરે છે, જેમણે છેલ્લા વર્ષ ઈરાન કે ધાર્મિક મહિલાઓને નિશાના બનાવવા માટે ભેદભાવ અને ઉત્પીડન માટે લોકોના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓ તરફથી  અપનાવવામાં આવેલું આદર્શન વાક્ય - "મહિલા - જીવન - સ્વતંત્રતા" – આ વાકય નર્ગેસ મોહમ્દીના સમર્પણ અને કાર્યને યોગ્ય રીતે વ્યક્ત કરે છે.






નર્ગેસ મોહમ્મદી DHRCના વાઇસ પ્રેસિડન્ટ


તમને જણાવી દઈએ કે, નરગેસ મોહમ્મદી ડિફેન્ડર ઓફ હ્યુમન રાઈટ્સ સેન્ટર (DHRC)ના ઉપાધ્યક્ષ છે. તેમણે મૃત્યુદંડ નાબૂદ કરવા અને ઇસ્લામિક દેશ ઈરાનમાં કેદીઓના અધિકારો માટે લડત ચલાવી હતી. આ સમયગાળા દરમિયાન તેને ઘણી વખત જેલ પણ જવું પડ્યું હતું.