China Foreign Minister Removed: ચીનના વિદેશ મંત્રી કિન ગેંગ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. કિન ગેંગને આજે મંગળવારેના રોજ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ગેંગના સ્થાને વાંગ યીને વિદેશ મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ અગાઉ પણ આ પદ સંભાળી ચૂક્યા છે. ગેંગને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગના તદ્દન નજીકના માનવામાં આવે છે.  


વાંગ યી હાલમાં બ્રિક્સ બેઠક માટે દક્ષિણ આફ્રિકામાં છે. બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.


શા માટે કિન ગેંગ ગુમ છે?


ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, કિન ગેંગ એક મહિલા પત્રકાર સાથેના લગ્નેતર સંબંધોના કારણે લાંબા સમયથી ગાયબ છે. તે છેલ્લે 25 જૂને રશિયાના નાયબ વિદેશ મંત્રી રુડેન્કો એન્ડ્રે યુરેવિચ સાથેની મુલાકાત દરમિયાન જોવા મળ્યા હતા. જો કે, આ મામલે ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ગેંગને સ્વાસ્થ્ય સમસ્યાઓ છે, જેના કારણે તેઓ દેખાતા નથી.


શું દાવો કર્યો?


ન્યૂયોર્ક ટાઈમ્સે અહેવાલમાં વધુમાં દાવો કર્યો હતો કે, કિન ગેંગના હોંગકોંગના ફોનિક્સ ટીવીના પ્રખ્યાત રિપોર્ટર ફુ ઝિયાઓટીયન સાથે લગ્નેતર સંબંધ હતા. હાલમાં જ ટ્વિટર પર બંનેનો વીડિયો અને ફોટો વાયરલ થયો હતો.


આ મહિલા સાથેનું લફરૂ કારણભૂત? 


છેલ્લા કેટલાક સમયથી ચીનના વિદેશ મંત્રી દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી ગાયબ છે અને ચીન આ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. પરંતુ હવે ન્યૂયોર્ક ટાઈમ્સે ચીનના વિદેશ મંત્રી કિન ગેંગને લઈને મોટો ખુલાસો કર્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર,કિન ગેંગના ગાયબ થવા પાછળ એક મહિલા સાથેના સંબંધો છે. 


આ દરમિયાન કિન ગેંગને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ અહેવાલ અનુંસાર,  કિન ગેંગના ગાયબ થવાનું કારણ એક મહિલા પત્રકાર સાથેના લગ્નેતર સંબંધો જણાવવામાં આવી રહ્યું છે. કિન ગેંગ હોંગકોંગ સ્થિત ફોનિક્સ ટીવી રિપોર્ટર, ફુ ઝિયાઓટીયન સાથેના લગ્નેતર સંબંધને કારણે ગુમ છે. તાજેતરમાં, ટ્વિટર પર કિંગ ગેંગ અને મહિલા રિપોર્ટરના વીડિયો અને તસવીરો વાયરલ થઈ હતી.


પત્રકારોએ દાવો કર્યો છે કે, ફુ ઝિયાઓટીયન અમેરિકાની નાગરિક છે અને પરિણીત છે. આ સાથે પત્રકારોએ જણાવ્યું કે, તેને એક બાળક પણ છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચેનલના જાણીતા શો માં જ બંને મળ્યાં હતાં અને ત્યારથી જ બંને વચ્ચે અફેર શરૂ થયું હતું. 


https://t.me/abpasmitaofficial