Love Story : ભારતથી પાકિસ્તાન પહોંચેલી ભારતીય યુવતી અંજુનો આખે આખો કેસ જ ઉંધા માથે પલટાઈ ગયો છે. અત્યાર સુધી દિરબાલાના નસરુલ્લા તેનો માત્ર મિત્ર હોવાના અને તેને મળીને 5 ઓગષ્ટે ભારત પાછી ફરશે તેવો દાવો કરનારી અંજુએ હવે લગ્ન કરી લીધા છે. અંજુએ ઈસ્લામ પણ કબૂલ કરી લીધો છે.
આટલુ જ નહીં અંજુએ નવું ઈસ્લામિક નામ ધારણ કરી લીધું છે અને હવે તે ફાતિમા બની ગઈ છે. અંજુ અને નસરુલ્લાના લગ્ન ડીયર અપર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં થયા હતા.
ઉલ્લેખનીય છે કે વિઝા લઈને પાકિસ્તાન ગયેલી અંજુએ પહેલા કહ્યું હતું કે, તે માત્ર તેના ફેસબુક ફ્રેન્ડને મળવા માટે ત્યાં ગઈ હતી અને થોડા દિવસોમાં પરત આવશે. જો કે હવે પાકિસ્તાનથી તેના લગ્નના સમાચાર સામે આવ્યા છે. અંજુ ભારતમાં પહેલેથી જ પરિણીત છે અને તેના બે બાળકો છે.
અંજુ ધર્મ પરિવર્તન પહેલા ખ્રિસ્તી હતી
જો કે લગ્ન પછી જ્યારે આજ તકે નસરુલ્લા સાથે વાત કરી તો તેણે લગ્નની વાતને નકારી કાઢી હતી. એટલું જ નહીં, નસરુલ્લાએ એમ પણ કહ્યું હતું કે, અંજુ (ફાતિમા) તેની મિત્ર છે અને તે તેને પ્રેમ નથી કરતો. જો કે આ દરમિયાન બંનેના નિકાહનામા સામે આવ્યા છે જે નસરુલ્લાના દાવા પર સવાલો ઉભા કરી રહ્યા છે.
અંજુ નસરુલ્લાના ઘરે જ રહે છે
આ પહેલા એક પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટ Geo.tvએ દાવો કર્યો હતો કે, ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું છે કે, તે પોતાના નવા ઘરમાં ખુશીથી જીવી રહી છે. અધિકારીએ કહ્યું હતું કે, સ્થાનિક લોકોએ અંજુને ભેટ આપી છે અને તે અહીં ખુશ છે. તે નસરુલ્લાના ઘરે જ રહે છે.
અપર ડીર જિલ્લાના જિલ્લા પોલીસ અધિકારી મુસ્તાક ખાનના જણાવ્યા અનુસાર, અંજુએ પોલીસને જણાવ્યું છે કે, તેણે ભારતમાં તેના પતિ સાથે છૂટાછેડા લીધા છે. પોલીસે એ પણ જણાવ્યું કે, તે પોતાનો પ્રેમ શોધવા માટે ભારતથી પાકિસ્તાન આવી છે અને અહીં ખુશીથી રહે છે.
મીડિયાને અંજુ વિશે માહિતી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "અંજુના પાકિસ્તાન આગમનની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. તે એક મહિનાના વિઝિટ વિઝા પર પાકિસ્તાન આવી છે અને તેના તમામ દસ્તાવેજો માન્ય અને સાચા છે.