નવી દિલ્હીઃ કોરોના વાયરસ પરના આરોપ-પ્રત્યારોપ પર પર હવે નવુ નિષ્કર્ષ બહાર આવ્યુ છે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર નહીં પણ કેટલીયવાર ચીન પર કોરોનની જાણકારી સંતાડવાનો આરોપ લગાવ્યો છે.
હવે ટ્રમ્પનો દાવો સાચો સાબિત થઇ રહ્યો છે. કેમકે ચીને માની લીધુ છે કે તેને કોરોના વાયરસના શરૂઆતી સેમ્પલ નષ્ટ કર્યા હતા. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કમિશનના નિરીક્ષક યુ ડેંગફેંગએ ખુલાસો કર્યો છે.
યુ ડેંગફેંગએ કહ્યું કે ચીનની જૈવિક લેબમાં કોરોનાના શરૂઆતી સેમ્પલ નષ્ટ કરવામાં આવ્યા હતા, પણ યુ ડેંગફેંગએ આગળ કહ્યું કે સેમ્પલ નષ્ટ કરવાનો તર્ક પણ આપ્યો હતો,
તેને કહ્યું સેમ્પલ નષ્ટ એ સત્ય છુપાવવા નહીં પણ જૈવિક લેબમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને કર્યા હતા. લેબ પ્રકારના સેમ્પલ સાચવવા માટે અધિકૃત નથી, એટલા માટે સાર્વજનિક સ્વાસ્થ્ય કાયદા અંતર્ગત સેમ્પલને નષ્ટ કરવા પડ્યા હતા.
સેમ્પલ નષ્ટ કરવાના આરોપ પર અમેરિકાના વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ પણ ગયા મહિને આરોપ લગાવ્યો હતો. પોમ્પિયોએ કહ્યું હતુ કે અમને ખબર છે કે ચીની કૉમ્યુનિટી પાર્ટીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને સમય પર નવા કોરોના સંક્રમણના પ્રકોપની જાણકારી ન હતી આપી. દરેક પ્રાંતમાં કોરોના ફેલાવવા સુધીની માહિતી ચીને છુપાવી રાખી હતી.
સાચો નીકળ્યો અમેરિકાના દાવોઃ ચીને પહેલાવીર કોરોના વાયરસના શરૂઆતી સેમ્પલ નષ્ટ કરવાની વાત માની
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 May 2020 09:55 AM (IST)
ટ્રમ્પનો દાવો સાચો સાબિત થઇ રહ્યો છે. કેમકે ચીને માની લીધુ છે કે તેને કોરોના વાયરસના શરૂઆતી સેમ્પલ નષ્ટ કર્યા હતા. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કમિશનના નિરીક્ષક યુ ડેંગફેંગએ ખુલાસો કર્યો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -