કોરોનાનું ઉદ્ભવ સ્થાન ગણાતાં ચીનમાં ફરીથી કોવિડ-19નો કહેર જોવા મળી રહ્યો છે. ચીનના દક્ષિણ પૂર્વ પ્રાંત ફૂઝિયાનમાં સિનેમાઘર, જિમ અને હાઈવે બંધ કરી દેવામાં આવ્યા છે. અહીંયાના રહેવાસીઓને શહેર ન છોડવાની સૂચના અને સલાહ આપવામાં આવી છે. સ્થાનિક સ્તરે કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા બાદ આ ફેંસલો લેવામાં આવ્યો છે.


કેટલી વસતિ છે આ શહેરની


ન્યૂઝ એજન્સી રોયટર્સ મુજબ, ફુઝિયાનના પુતિયાન શહેરમાં કોરોનાની સ્થિતિ ગંભીર અને જટિલ છે.  આ શહેરની વસતિ 3.2 મિલિયન છે. અહીંયા કોરોના સંક્રમણના ખતરા વચ્ચે ચીનની નેશનલ હેલ્થ ઓથોરિટીએ એક એક્સપર્ટ ટીમ મોકલી છે. સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે.


ચીનમાં કેટલા નોંધાયા છે કોરોના કેસ


ચીનના નેશનલ હેલ્થ કમીશન મુજબ 10 થી 12 સપ્ટેમ્બર વચ્ચે ફુઝિયામાં કોરોનાના 43 નવા મામલા સામે આવ્યા છે. જેમાં 35 પુતિયાનથી મળ્યા છે. આ ઉપરાંત 10 સપ્ટેમ્બરથી 32 કેસ નોંધાયા છે. આ તમામ કેસો ડેલ્ટા વેરિયંટના છે. 12 સપ્ટેમ્બર સુધી ચીનમાં કુલ 95,248 કોરોના મામલા સામે આવ્યા હતા, જ્યારે 4636 લોકોના મોત થયા છે.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં કોરોનાના કેસ ફરીથા ઘટવા લાગ્યા છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 25,404 નવા કેસ નોંધાયા છે અને 339 લોકોના મોત થયા છે. જ્યારે 37,127 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.  સામવારે 27,254 નવા કેસ નોંધાયા હતા અને 219 લોકોના મોત થયા હતા.



  • કુલ કેસઃ 3 કરોડ 32 લાખ 89 હજાર 579

  • કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 24 લાખ 84 હજાર 159

  • કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 62 હજાર 207

  • કુલ મોતઃ 4 લાખ 43 હજાર 213


આ પણ વાંચોઃ શરીર સુખ માણવા સવારે છ વાગ્યે પ્રેમિકાના ઘરે પહોંચી ગયો પોલીસ, શરીર સુખ માણતી વખતે અચાનક...


રેલવેમાં અપડાઉન કરતાં નોકરિયાતો માટે સારા સમાચાર, પાસ હોલ્ડર્સ કરી શકશે મુસાફરી


ભારતમાં ક્યાં સુધી માસ્ક પહેરવું પડશે ? જાણો નીતિ આયોગના ડો. વી.કે.પૉલે શું કહ્યું...