રાંચીઃ ઝારખંડની રાજધાની રાંચીના ધુમસા ટોલી વિસ્તારમાં પોલીસ જવાને તેની પ્રેમિકા પર ફાયરિંગ કર્યુ હતું. આ ફાયરિંગમાં પ્રેમિકાનો આબાદ બચાવ થયો હતો પરંતુ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો. મામલો સોમવારે સવારે 8 કલાકનો છે. આરોપી  જવાનની ઓળખ નવીન કચ્છપ તરીકે થઈ છે.


ફાયરિંગની ઘટના બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. જેની પાસેતી સરકારી હથિયાર જપ્ત કરવામાં આવલ્યું હતું. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. મહિલા સાથે તેનો શું સંબંધ છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.


ગોળી અજાણતા ચલાવી હતી કે જાણી જોઈને તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ગોળી મહિલાને બદલે દિવાલમાં વાગી હતી. ઘટના બાદ પ્રેમિકા છૂપાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ આ અંગે તરત પોલીસને જાણ કરી હતી. જે બાદ પેટ્રોલિંગમાં રહેતા પોલીસે પહોંચીને આરોપીની ધરપકડ કરી હતી અને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી હતી. સિટી ડીએસપીનું કહેવું છે કે ગોળી ભૂલથી છૂટી હોઈ શકે છે. જોકે બંને બાબતો ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.


ઘટના સમયે આરોપી હતો નશામાં


આરોપી નવીન ઘટના સમયે નશામાં હતા. તેણે કહ્યું કે, તેણે પિસ્ટલ કમરમાં ખોસી હતી અને તે કાઢતી વખતે ભૂલથી ટ્રિગર દબાઈ ગયું હતું. જેના કારણે ગોળી દિવાલમાં લાગી હતી. ગોળી ચલાવવાનો મારો કોઈ ઈરાદો નહોતો.


આરોપી ડ્યૂટી પરથી ગાયબ થઈને પહોંચ્યો પ્રેમિકાના ઘરે


આરોપીની પૂછપરછમાં ખબર પડી કે તેની ડ્યૂરી બપોરે એક વાગ્યાની હતી. પરંતુ ડ્યૂટી પરથી ગાયબ થઈને સવારે છ વાગે પ્રેમિકાને મળવા તેના ઘરે પહોંચ્યો હતો. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આરોપી ડ્યૂટી છોડીને કેટલા વાગે પ્રેમિકાના ઘરે પહોંચ્યો. ઉપરાંત કયા કયા જવાના ડ્યૂચી પર ગેરહાજર હતા, આરોપીની ડ્યૂટી પીસીઆરમાં હતી.


આ પણ વાંચોઃ DSP નો મહિલા કોન્સ્ટેબલ સાથે અશ્લીલ વીડિયોને લઈ થયો મોટો ખુલાસો, બંને વચ્ચે.....