બીજિંગ: ચીનમાં ઘાતક કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. કોરોનાથી વધુ 71 લોકોના મોત થયા છે. જેના દેશમાં અત્યાર સુધી મૃતકોની સંખ્યા વધીને 2663 થઈ ગઈ છે. ચીનના રાષ્ટ્રીય આરોગ્ય આયોગ (એનએચસી)એ જણાવ્યું કે 508 નવા કેસ સામે આવ્યા બાદ કુલ 77,658 કેસની પુષ્ટિ થઈ છે. તેઓએ જણાવ્યું કે 71માંથી 68 લોકોનું મોત હુબેઈ પ્રાંતમાં થયા છે. જ્યાં વાયરસનો સૌથી વધુ પ્રકોપ છે.


એનએચસી અનુસાર, કોરોનાથી પ્રભાવિત સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. ‘શિન્હુઆ’ના રિપોર્ટ અનુસાર, સોમવારે 2589 લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. આ સંખ્યા તે દિવેસ સામે આવેલા 508 નવા મામલા કરતા વધુ છે.

એનએચસીએ જણાવ્યું કે રવિવાર સુધી કુલ 27,323 પ્રભાવિત લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. એજન્સીઓએ જણાવ્યું કે સોમવારે સતત છઠ્ઠા દિવસે નવા કેસની સંખ્યા 1000ની અંદર રહી છે.