કાહિરા: ઈજિપ્તના પૂર્વ રાષ્ટ્રપતિ હોસ્ની મુબારકનું 91 વર્ષની વયે નિધન થઈ ગયું છે. ઇજિપ્તની સરકારી ટીવી ચેનલે તેની જાણકારી આપી છે. લગભગ ત્રણ દાયકા સુધી શાસન કરનાર મુબારકે દેશમાં 18 દિવસ સુધી ચાલેલા વિરોધ પ્રદર્શનો બાદ 11 ફેબ્રુઆરી, 2011ના રોજ રાજીનામું આપવું પડ્યું હતું.

હોસ્ની મુબારક આંદોલન દરમિયાન પ્રદર્શનકારીઓની હત્યા કેસમાં દોષિ સાબિત થયા હતા. તેમને કેટલાક વર્ષ જેલામાં રહેવું પડ્યું હતું પરંતુ બાદમાં તેની સજા માફ કરવામાં આવી હતી અને માર્ચ 2017માં તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. હોસ્ની મુબારક 14 ઓક્ટોબરે 1981ના રોજ ઇજિપ્તના રાષ્ટ્રપતિ બન્યા હતા.