China Coronavirus Cases: ચીનમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે અને કેસની ગતિ વધી રહી છે. ન્યૂઝ એજન્સી એએફપી મુજબ, ચીનમાં કોરોનાથી બે દર્દીના મોત થયા છે. એક વર્ષ કરતાં પણ વધારે સમય બાદ ચીનમાં કોરોનાથી મોત થયા છે. ચીનમાં કોરોના વાયરસના વધતાં કેસથી વિશ્વના તમામ દેશોની ચિંતા ફરીથી વધી છે. ચીનના કોરોના મહામારીની નવી લહેર ઝડપથી ફેલાઈ રહી છે. અનેક શહેરોમાં સંક્રમણમાં વધારો થયો છે.
ચીનમાં કોરોનાના વધતાં કેસને લઈ શાંધાઈમાં હાલ સ્કૂલો બંધ કરી દેવાઈ છ. આ ઉપરાંત અનેક પૂર્વોત્તર શહેરોમાં લોકડાઉન લગાવાયું છે. વધતાં સંક્રમણ વચ્ચે બીજિંગમાં આવતા લોકોનો ન્યૂક્લિક એસિડ ટેસ્ટ ફરજિયાત કરાયો છ. શહેરમાં પ્રવેશ કર્યા બાદ સાત દિવસ સુધી લોકોને જાહેર સ્થળોએ જવા, ગ્રુપમાં ખાવા-પીવા અને સભામાં સામેલ થવા પર પ્રતિબંધ લગાવાયો છે.
ભારતમાં શું છે કોરોનીની સ્થિતિ
ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે તો વિશ્વના ઘણા દેશોમાં કોરોના કેસ વધ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં બે હજારથી વધુ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 2075 નવા કેસ અને 71 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 3383 લોકો સાજા થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.56 ટકા છે.
- કુલ એક્ટિવ કેસઃ 27,802
- કુલ રિકવરીઃ 4,24,61,926
- કુલ મૃત્યુઆંકઃ 5,16,352
- કુલ રસીકરણઃ 181,04,96,924
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કેન્દ્રશાસિત પ્રદેશોના અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ, સચિવ (સ્વાસ્થ્ય)ને પત્ર લખીને કોરોનાને નિયંત્રિત કરવા માટે પાંચ મુદ્દાની વ્યૂહરચના લાગુ કરવા સૂચના આપી છે, જેમાં ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેંટ-રસીકરણ અને COVID યોગ્ય વ્યવહારોનું પાલનનો સમાવેશ થાય છે.