China Building Dam On LAC: ચીને એકવાર ફરીથી સીમા પર પોતાની નાપાક હરકત કરી છે, નવી સેટેલાઇટ તસવીરોમાં જાણવા મળ્યુ છે કે, ચીન ભારત અને નેપાલની સાથેની પોતાની સીમાઓની પાસે ગંગાની એક સહાયક નદી પર તિબેટમાં એક નવો બંધ બાંધી રહ્યું છે. થોડાક દિવસ પહેલા જ ખબર આવી હતી અને સેટેલાઇટમાં આ ઇમેજ દેખાઇ હતી. જેનાથી જાણવા મળી શકે છે કે, ચીને એલએસી (LAC)ના પૂર્વીય અને પશ્ચિમ વિસ્તારોમાં સૈન્ય, પાયાની સગવડો અને ગાંમના નિર્માણમાં ઝડપથી કામ શરૂ કરી દીધુ છે. 


ઇન્ટેલ લેબમાં એક ભૂ-સ્થાનિક ગુપ્તચર રિસર્ચર ડેમિયન સાઇમને ગુરુવારે તસવીરોને ટ્વીટર પર શેર કરી, તસવીરોમાં દેખાઇ રહ્યું છે કે, મે, 2021 બાદથી ચીને તિબેટના બુરાંગ કાઉન્ટી સ્થિત માબ્જા જાંગબો નદી પર પાયો અને માખળાગત વિકાસ કર્યો છે, અને હાલ બંધ બાંધવાનું કામ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, માબ્જા જાંગવો નદી ભારતમાં ગંગામાં સામેલ થતા પહેલા નેપાલના ઘાઘરા કે કરનાલી નદીમાં વહે છે. 


કેટલો લાંબો છે ડેમ ?
તપાસકર્તા ડેમિયન સાઇમને કહ્યું કે બંધ ભારત અને નેપાલની સાથે ચીનની સીમાઓ પર ઉત્તરમાં થોડાક જ કિલોમીટરની દુરી પર સ્થિત છે. સાઇમને એ પણ બતાવ્યુ કે, નવી સેટેલાઇટ તસવીરો અનુસાર, બંધ 350 મીટરથી 400 મીટર લાંબો દેખાઇ રહ્યો છે. તેમને કહ્યું કે, જોકે, હજુ બાંધકામ ચાલુ છે તો આના ઉદેશ્ય પર કંઇક કહી નથી શકાતુ. જોકે સાઇમને કહ્યું કે, ત્યાં નજીકમાં એક એરપોર્ટ પણ બનાવવામાં આવી રહ્યું છે. 




બંધ બાંધવા પાછળ ચીનનો શું છે પ્લાન ?
મામલાથી પરિચિત લોકોએ હિન્દુસ્તાન ટાઇમ્સને કહ્યું કે, બંધ ભારત અને નેપાલની સાથે ચીનની સીમાઓને રણનીતિક ત્રિ-જંક્શન પર સ્થિતિ છે, અને ઉત્તરાખંડ રાજ્યના કાલાપાની વિસ્તારની વિપરિત છે, જેનો ઉપયોગ માબ્જા જાંગવો નદીના પાણીને વાળવા કે પ્રતિબંધિત કરવા માટે કરવામાં આવી શકે છે. એક્સપર્ટ્સે કહ્યું કે, ડેમનો ઉપયોગ પાણીને સ્ટૉર કરવા માટે પણ કરવામાં આવી શકે છે. જેને છોડવાથી નીચેના પ્રદેશોમાં પુર આવી શકે છે.