Russia Ukraine War: રશિયા અને યૂક્રેન વચ્ચે છેલ્લા 11 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે, બન્ને દેશોની સેનાઓ આમને સામને છે. આ યુદ્ધમાં યૂક્રેની સેનાએ યુદ્ધ ક્ષેત્રમાં તૈનાત તેના સ્નાઇપરને શોધી કાઢવાનો પડકાર ફેંક્યો છે. યૂક્રેનની સેનાએ ટ્વીટર પર કરેલા ટ્વીટમાં કહ્યું  કે, યૂક્રેનના સ્નાઇપર શોધીને બતાવો ! તેમને બીજા ટ્વીટમાં કહ્યું કે અમે આકાશથી લઇને જમીન સુધી દુશ્મનને નેસ્તનાબુદ કરી દેશું. 


તેમને પોતાના બીજા ટ્વીટ કહ્યું કે, યૂક્રેનની સેના દુશ્મનના ડ્રૉન અને યુએવીથી કીવ અને કીવના ઉપરના આકાશને પુરેપુરી રીતે ખતમ કરી દેશે. યૂક્રેન આ સમયે રશિયાના બે મોરચા પર લડાઇ લડી રહ્યું છે, તેમને પહેલો મોરચો દોનેત્સ્ક વિસ્તાર છે, તો વળી બીજી લડાઇ કસીની લિમન વિસ્તારમાં ચાલી રહી છે. 






રશિયન રક્ષા વિભાગ અનુસાર, તે બન્ને જ મોરાચ પર લીડમાં છે, તે વળી યૂક્રેનના રક્ષા વિભાગે દાવો આનાથી ઉલટો કર્યો છે. યૂક્રેનનું કહેવું છે કે, તેમના આ બન્ને મોરચા પર યથાસ્થિતિ જાળવી રાખી છે, અને તે રશિયન સૈનિકોને બિલકુલ પણ આગળ નથી વધવા દઇ રહ્યાં. 


સોમવારે રશિયન મિસાઇલ કેએચ-22ના હુમલામાં માર્યા ગયેલા ત્રણ બીજા લોકોની ડેડ બૉડી મળીા છે. રહેણાંક વિસ્તારમાં આ મિસાઇલમાં કુલ 44 લોકોના મોત થઇ ગયા હતા. વળી, રશિયન રક્ષા વિભાગે દાવો કર્યો છે કે, તેમને કુપ્યાંસ્કના વિસ્તારમાં રશિયન સેનાની આર્મી એવિએશન અને વેસ્ટર્ન મિલિટ્રી ડિસ્ટ્રીક્ટની આર્ટિલરીને સિન્કોવકા અને બેરેસટૉવૉય (ખારકીવ વિસ્તાર)ની પાસે યૂક્રેનના સૈન્ય યૂનિટેએ નષ્ટ કરી દીધા છે. 


 


Russia: રશિયાના અસ્તિત્વ પર ખતરો, શું 10 વર્ષમાં તુટી જશે પુતિનનો શક્તિશાળી દેશ, જાણો રિપોર્ટ


Russia: દુનિયાભરમાં છેલ્લા એક વર્ષથી લાંબા સમયથી રશિયા અને યૂક્રેન યુદ્ધે તમામને વિચારતા કરી દીધા છે, એકબાજુ વ્લાદિમિર પુતિન છે, તો બીજીબાજુ વૉલોદિમિર ઝેલેંન્સ્કી છે. સામ સામે બન્ને પાડોશી દેશોની સેનાઓ ટકરાઇ રહી છે, પરંતુ કોઇપણ દેશ પીછેહઠ કરવા તૈયાર નથી. હવે આ બધાની વચ્ચે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે, આ રિપોર્ટ રશિયાના અસ્તિત્વ પર ખતરો દર્શાવી રહ્યો છે. 


તાજેતરમાં જ સ્ટ્રેટિજિસ્ટ એન્ડ એનાલિસ્ટના એક સર્વેનો રિપોર્ટ સામે આવ્યો છે, જે અનુસાર, રશિયાના અસ્તિત્વ પર ખતરો તોળાઇ રહ્યો હોવાનું કહેવાઇ રહ્યુ છે, સર્વેના મતે રશિયા તુટવાની ખૂબ નજીક આવી ગયુ છે.


ગ્લૉબલ સ્ટ્રેટિજિસ્ટ એન્ડ એનાલિસ્ટના સર્વેમાં આ ચોંકાવનારા ખુલાસા બાદ દુનિયામાં રશિયા અંગે તર્ક વિતર્કો શરૂ થઇ ગયા છે. ગ્લોબલ સ્ટ્રેટેજિસ્ટ અને એનાલિસ્ટે નવા વર્ષ પર દસ સર્વેક્ષણ કર્યા છે. આ સર્વેક્ષણમાં પ્રથમ સર્વે આગામી દસ વર્ષ એટલે કે 2033 માં, રશિયાના ભાવિ વિશે કરવામાં આવ્યો છે. તે જણાવે છે કે રશિયાનું અસ્તિત્વ 2033 સુધીમાં સમાપ્ત થશે. સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયા લાંબા સમય સુધી યુક્રેનમાં મોંઘી લડત લડી શકશે નહીં અને નિષ્ફળ જશે. સર્વેમાં રશિયા નિષ્ફળ થવાની સંભાવના અફઘાનિસ્તાનની નિષ્ફળતા કરતા બમણી છે.


2033 સુધીમાં નિષ્ફળ અથવા તૂટી ગયેલા દેશોમાં 46 ટકા નિષ્ણાતોઓ રશિયાનુ નામ આપ્યુ છે. આનાથી વધુ, 40 ટકા લોકો ક્રાંતિ, ગૃહ યુદ્ધ, રાજકીય વિઘટન અથવા અન્ય કોઈ કારણોસર 2033 સુધી આંતરિકમાં આંતરિક વિખેરાઇ રહેવાની અપેક્ષા રાખે છે. આ સર્વેક્ષણ મુજબ, રશિયા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરશે તે 14 ટકા છે.