બિજિંગ: દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાવનાર ચીને પોતાના દેશમાં વિકસિત પ્રથમ કોવિડ-19 વેક્સીનને માન્યતા આપી દીધી છે. આ વેક્સીનને ત્યાંની સરકારી દવા કંપની સિનોફાર્મ બનાવી રહી છે. અધિકારીઓએ ગુરુવારે તેની જાહેરાત કરી હતી.


ચીન સરકારે વેક્સીનને એવા સમયે મંજૂરી આપી દીધી છે જ્યારે સિનોફાર્મે કહ્યું કે, ત્રીજા તબક્કાના અંતરિમ રિઝલ્ટમાં આ વેક્સીનની અસર 79.34 ટકા સામે આવી છે અને તેનો એન્ટી બૉડિઝ કનવર્ઝન રેટ 99.52 ટકા છે.

સરકારી સમાચાર પત્ર ‘ ગ્લોબલ ટાઈમ્સ’એ ચીનના ચિકિત્સા ઉત્પાદન પ્રશાસનના ડેપ્યૂટી કમિશ્નર ચેન શિફઈના હવાલાથી કહ્યું કે, “સરકાર દ્વારા સંચાલિત સિનફાર્મની સહાયક કંપની ચીન નેશનલ બાયોટેક ગ્રુપ( સીએનબીસી) અંતર્ગત બીજિંગ ઈન્સ્ટીટ્યૂટ ઓફ બાયોલોજિકલ પ્રોડક્ટ્સ સંસ્થાન દ્વારા નિર્મિત રસીને બુધવારે ચીનના રાષ્ટ્રીય ચિકિત્સા ઉત્પાદન પ્રશાસનને મંજૂરી આપી દીધી છે. ”

મીડિયા રિપોર્ટ અનુસાર, ચીની અધિકારીઓનું કહેવું છે કે, વિશ્વ આરોગ્ય સંગઠનના માપદંડોની તુલનામાં સિનોફાર્મના પરિણામ 50 ટકા બેહતર છે. અમેરિકાની ફાઈઝર અને મોર્ડનાની વેક્સીનને અધિકૃત કર્યા બાદ ચીને પોતાના દેશમાં વિકસિત કરવામાં આવી રહેલી વેક્સીનોમાંથી એકને મંજૂરી આપી દીધી છે.