સરકારી વિમાનમાં સવાર યમનના સંચાર મંત્રી નજીબ અલ અવગે એસોસિએેડેડ પ્રેસને જણાવ્યું કે, તેમણે બે બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો હતો અને એવું લાગતું હતું કે આ ડ્રોન હુમલો છે. યમનના પ્રધાનમંત્રી મઈન અબ્દુલ મલિક સઈદ અને અન્ય લોકોને ધમાકા બાદ તાત્કાલિક એરપોર્ટથી શહેરમાં સ્થિત મશિલ પેલેસમાં લઈ જવાયા હતા. જો કે, સરકારી વિમાનમાં સવાર કોઈ પણ વ્યક્તિને જાનહાની થઈ નથી.
એડન સ્વાસ્થ્ય વિભાગના ઉપ પ્રમુખ મોહમ્મદ અલ રોઉબિદે એસોસિએેડેડ પ્રેસને જણાવ્યું હતું કે, બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે. જ્યારે 60 જેટલા લોકો ઘાયલ થયા છે.