Indian Navy US Report : સરહદે તણાવ યથાવત છે ત્યારે ચીન ભારત માટે હજી માથાનો દુ:ખાવો બની શકે છે. અમેરિકાના રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આફ્રિકન દેશ જિબુટીમાં ચીનનું સૈન્ય મથક છે જ્યાં ચીન એરક્રાફ્ટ કેરિયર, મોટા યુદ્ધ જહાજ, સબમરીન તૈનાત કરી શકે છે. આ પગલાની ભારતીય નૌકાદળની સુરક્ષા પર ઊંડી અસર પડી શકે છે. અમેરિકી રક્ષા વિભાગ વાર્ષિક રિપોર્ટમાં ચીનના આ સૈન્ય મથક બાબતે કોંગ્રેસને જાણકારી આપી છે. 


તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, માર્ચ 2022ના અંતમાં એક FUCHI II શ્રેણીનું સપ્લાય શિપ અહીં ડોક પ્ર રોકાયું હતું જે સૂચવે છે કે આ સૈન્ય મથક કાર્યરત થઈ ગયું છે. 


યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના 2022 ચાઇના મિલિટરી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ કિનારો ચીનના નૌકાદળના એરક્રાફ્ટ કેરિયર્સ, યુદ્ધ જહાજો અને સબમરીનને સપોર્ટ કરવામાં સક્ષમ છે. આ પહેલીવાર નથી કે અમેરિકાએ ચીન ચીન તરફથી હિંદ મહાસાગરમાં એરક્રાફ્ટ કેરિયરની તૈનાતી પર શક્યતા વ્યક્ત કરી છે. 2017માં યુએસ પેસિફિક કમાન્ડના કમાન્ડર એડમિરલ હેરી હેરિસ જુનિયરે કહ્યું હતું કે, આજે તેમની પાસે (ચીન) હિંદ મહાસાગરમાં પોતાના જહાજો ચલાવતા રોકવા માટે કંઈ નથી. ત્યારથી ચીન પોતાના એરક્રાફ્ટ કેરિયર્સ બનાવી રહ્યું છે અને તેની પાસે ત્રણ વિમાન વાહક કેરિયર્સ છે. જીબુટીમાં ચીનનું સૈન્ય મથક હિંદ મહાસાગરના વિમાનો અને સુએઝ કેનાલને નિશાન બનાવી શકે છે.


ભારત પાસે બે એરક્રાફ્ટ કેરિયર છે


ભારતીય નૌકાદળ પાસે રશિયન બનાવટના બે એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત છે. યુએસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આર્મર્ડ વાહનો અને આર્ટિલરી સાથે પીએલએ નેવી મરીન બખ્તરીયા વાહનો અને તોપ સાથે જીબુટી બેઝ પર તૈનાત છે. હાલમાં નજીકના એક વ્યાપારી બંદરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જીબુટી બેઝ પર તૈનાત ચીની સેનાએ અમેરિકન ફ્લાઈટ્સ પર હુમલો કરવા માટે ડ્રોન અને જહાજો લોન્ચ કર્યા છે. ચીન જીબુટી અથવા સંબંધિત એરસ્પેસ પર પ્રતિબંધ મૂકવા માંગે છે.


સુએઝ કેનાલ કરી શકે છે બ્લોક


બીજા અર્થમાં કહીએ તો અમેરિકાનું માનવું છે કે, આ વિસ્તારમાં તૈનાત ઉત્તર ચીનની સેનાએ જમીનથી લેસર વડે અમેરિકી એરક્રાફ્ટ પાઈલટોની આંખોને નિશાન બનાવી છે. ચીને 2016માં આ બેઝ બનાવવાનું શરૂ કર્યું હતું, જેની કિંમત 590 મિલિયન ડોલર છે. આ બેસ બાબ અલ-મંડેબ જળવિસ્તારની મધ્યમાં સ્થિત છે, જે વિશ્વમાં વેપારની એક મહત્વપૂર્ણ ચેન છે. અહીંથી ચીન હિંદ મહાસાગરમાં પ્રવેશ કરી શકે છે. આ બેઝ સુએઝ કેનાલના માર્ગમાં પડે છે અને ચીન તેને બ્લોક કરી શકે છે.