ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સનું એક પેસેન્જર પ્લેન ગુઆંગસીના વુઝોઉમાં ક્રેશ થયું હોવાના અહેવાલ છે. સોશિયલ મીડિયા પર કથિત વીડિયો અને ફોટા શેર કરવામાં આવ્યા છે પરંતુ ચીનના રાજ્ય મીડિયા દ્વારા આ પ્રથમ સત્તાવાર પુષ્ટિ છે. બોઇંગ 737 પ્લેનમાં 133 લોકો સવાર હતા.


મળતી માહિતી મુજબ, પ્લેન પહાડ સાથે અથડાયું, જે બાદ તે ક્રેશ થઈ ગયું. ઘટના અંગે વધુ માહિતી મળવાની બાકી છે.


સ્ટેટ બ્રોડકાસ્ટર સીસીટીવીએ સોમવારે આ માહિતી આપી. જાનહાનિની ​​સંખ્યા અને અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સીસીટીવી અનુસાર - બોઇંગ 737 પ્લેન ગુઆંગસી ક્ષેત્રના વુઝોઉ શહેર નજીકના ગ્રામીણ વિસ્તારમાં ક્રેશ થયું હતું અને "પર્વતોની વચ્ચે આગ ફાટી નીકળી હતી. ઘટનાસ્થળે બચાવ ટીમો રવાના કરવામાં આવી હતી."


આ સમાચાર સામે આવ્યા બાદ પ્રી-માર્કેટમાં બોઇંગના શેર હવે 6% ડાઉન છે.


ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, ચીનનું બોઈંગ 737 કુનમિંગથી ગુઆંગઝૂ જઈ રહ્યું હતું. આ દુર્ઘટના ગુઆંગસી વિસ્તારમાં બની હતી. જેના કારણે ત્યાંના પહાડોમાં પણ આગની જ્વાળાઓ દેખાતી હતી.


આ પહેલા આજે દિલ્હીથી કતાર એરલાઈન્સની ફ્લાઈટનું પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ પ્લેન દોહા જઈ રહ્યું હતું. તેમાં 100 જેટલા મુસાફરો સવાર હતા. બાદમાં મુસાફરોને અન્ય પ્લેન દ્વારા દોહા મોકલવામાં આવ્યા હતા.