Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 26મો દિવસ છે. અત્યાર સુધી રશિયા યુક્રેનના કોઈ મોટા ભાગ પર કબજો કરી શક્યું નથી. લડાઈ દરરોજ ઘાતક બની રહી છે. યુક્રેનની સેના પણ રશિયાને મોટું નુકસાન પહોંચાડી રહી છે. યુક્રેને સુમી પ્રદેશમાં રશિયન સાધનોના કાફલાના એક ભાગનો નાશ કર્યો છે. સ્થાનિક વહીવટીતંત્રના વડા, દિમિત્રી ઝિવિત્સ્કીએ જણાવ્યું હતું કે અહીં રહેનારાઓ જીવ બચાવવા સ્થાનિક કબ્રસ્તાનમાં ભાગી ગયા હતા. આ હુમલામાં રશિયાના સૈન્ય ઉદ્યોગનું ગૌરવ કહેવાતી બ્લેક ઈગલ ટેન્ક નષ્ટ થઈ ગઈ છે.


બીજી તરફ સુમીના કેમિકલ પ્લાન્ટમાંથી એમોનિયા લીક થયાની પુષ્ટિ થઈ છે. સુમી ઓબ્લાસ્ટના ગવર્નર દિમિત્રી ઝાયવિત્સ્કીએ જણાવ્યું હતું કે 21 માર્ચે રશિયન એરસ્ટ્રાઈકને કારણે સવારે 4.30 વાગ્યે સુમીખિનપ્રોમ કેમિકલ પ્લાન્ટમાંથી એમોનિયા લીક થયાની જાણ થઈ હતી.


રશિયાએ યુક્રેનના મેરીયુપોલમાં સુરક્ષિત માનવતાવાદી કોરિડોરના બદલામાં બંદર શહેરના લોકોને શસ્ત્રો હેઠા મૂકવા હાકલ કરી છે. જો કે યુક્રેને આ ઓફર ઠુકરાવી દીધી છે. આ દરખાસ્ત રશિયન સૈન્ય દ્વારા એક આર્ટ સ્કૂલ પર બોમ્બમારો કર્યાના કલાકો પછી આવી હતી. આ શાળામાં 400 જેટલા લોકોએ આશરો લીધો હતો. વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ યુક્રેનિયન શહેર પર નિયંત્રણ માટેની લડાઈ હજુ પણ તીવ્ર બની રહી છે.


એમોનિયા ગેસ લીક વખતે શું કરશો


એમોનિયા એ રંગહીન, તીખો અને ઝેરી ગેસ છે જે ઉચ્ચ સાંદ્રતામાં ઘાતક છે. અસરગ્રસ્ત વિસ્તાર સ્થળથી 2.5 કિમી દૂર છે, જેમાં નોવોસેલિત્સા અને વર્ખાન્યા સિરોવત્કા ગામોનો સમાવેશ થાય છે. આનાથી સુમીના નાગરિકોને કોઈ ખતરો નથી. અસરગ્રસ્ત વિસ્તારના લોકોને જો એમોનિયા દેખાય તો ભૂગર્ભમાં જવા માટે કહેવામાં આવ્યું છે, તેમના બાથરૂમમાં જાઓ અને તેમના શાવર ચાલુ કરો અને ભીના પટ્ટી દ્વારા શ્વાસ લો.


આ પણ વાંચોઃ


Agriculture Machinery Loan:  ખેડૂત મિત્રો કૃષિ સાધનો પર આ રીતે સરળતાથી મેળવી શકે છે લોન