Ukraine Russia War: રશિયા અને યૂક્રેન વચ્ચેનો વિવાદ (Russia-Ukraine Crisis) ખતમ થવાનુ નામ નથી લઇ રહ્યો. આજે 26 દિવસ થઇ ગયા છે પરંતુ બન્ને દેશોની સેના આમને સામને ઝૂકવા તૈયાર નથી. વળી, હવે આ યુદ્ધની અસર વૈશ્વિક રીતે પડવાની શરૂ થઇ ચૂકી છે, કેમકે આ યુદ્ધ ગ્લૉબલ ઇકૉનોમી (Global Economy) માટે ઠીક નથી. લંડન વિશ્વવિદ્યાલયના પ્રૉફેસર સ્ટીવ શિફેરેસે આ યુદ્ધની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર અસરને લઇને એક ખાસ રિપોર્ટ તૈયાર કર્યો છે.  


આર્થિક વિકેસ સંગઠન (OECD) એ ગુરુવારે કહ્યું કે, આ યુદ્ધથી વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ભારે અસર પડી શકે છે. યૂક્રેનમાં યુદ્ધ શરૂ થયા બાદ પહેલા વર્ષમાં વૈશ્વિક આર્થિક વિકાસમાં એક ટકાનો ઘટાડો કરી શકે છે. OECD ના અનુસાર, આ યુદ્ધ આવનારા વર્ષમાં રશિયામાં ભયંકર મંદીનુ કારણ બની શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વૈશ્વિક સ્તર પર ગ્રાહકો કિંમતોમાં લગભગ 2.5 ટકાની વૃદ્ધિની આશા છે. 


ઓઇસીડીના મુખ્ય અર્થશાસ્ત્રી લૉરોન્સ બૂને ધ ગ્લૉબ એન્ડ મેઇલને બતાવ્યુ કે, સફળ ઘરેલુ ઉત્પાદ (GDP)માં 1.5 ટકાનો ઘટાડાની સાથે યૂરોપીય સંઘમાં વિકાસ સૌથી કઠિન રહેશે. તેમને કહ્યું કે, લગભગ 0.8 ટકાની અસરની સાથે સંયુક્ત રાજ્ય અમેરિકાના બેસ્ટ પ્રદર્શનની આશા છે. 


યૂરોપ એનર્જી માટે રશિયા પર જ નિર્ભર -
ઉલ્લેખનીય છે કે, રશિયા અને યૂક્રેન ઘઉંની દુનિયામાં સૌથી મોટો નિકાસકાર દેશમાનો એક છે, અને કેટલાય દેશો (ખાસ કરીને યૂરોપમાં) રશિયન તેલ અને ગેસ પર નિર્ભર છે, એટલે ઉર્જા અને ખાદ્ય કિંમતોમાં હજુ પણ વધારો ચાલુ રહી શકે છે.


આ પણ વાંચો............


2 રુપિયા આપી 26 દિવસ એક્સ્ટ્રા વેલિડિટી, Vi યૂઝર્સ માટે શાનદાર પ્લાન, ડેટા- કોલિંગ ફ્રી


આ રીતે ફક્ત 3 શબ્દો ગૂગલ પર કરો સર્ચ, ફ્રીમાં જાણી શકશો ઈન્ટરનેટ સ્પીડ


ગરમીમાં ફ્રિજનું ઠંડું પાણી પીવાની આદત છે, તો નુકસાન જાણી લો


ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં નોકરીની શાનદાર તક, આ જગ્યાઓ પર બહાર પડી ભરતી, મળશે સારો પગાર


SMC EV Plant in Gujarat: ગુજરાતમાં બનશે ઈલેક્ટ્રિક વાહનો અને બેટરી, જાણો કઈ જાણીતી કંપની કેટલા કરોડનું કરશે રોકાણ


પાકિસ્તાનમાં મોંઘવારી આસમાને, 150 રૂ. લીટર પેટ્રૉલ - 100 રૂ. કિલો ખાંડ, જાણો શાકભાજીના શું છે ભાવ..........