લદ્દાખઃ સીમા પર ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ પેદા થઇ છે. ચીનનો ફરી એકવાર ડબલ ચહેરો સામે આવ્યો છે. એકબાજુ ચીન ભારત સાથે વાતચીત કરી રહ્યુ છે, પણ બીજીબાજુ સૈન્ય તૈયારીઓમાં જોડાઇ ગયુ છે. સીમા પર ચીને ફરી ચાલબાજી કરી છે, બર્ફીલા પહાડો પર ટ્રેનિંગ માટે ચીને પોતાની ખતરનાક ટેન્કો ઉતારી દીધી છે. જે તસવીરો સામે આવી છે તે 4થી જૂનની છે.
ગયા મહિને ચીને ભારત પર સીમા બાજુથી ચઢાઇની કોશિશ કરી હતી, પણ ભારતીય સેનાએ તેને રોકી દીધી હતી. ભારતે પોતાના દાવથી ચીનને પાછળ ધકેલી દીધુ હતુ. હવે આ મામલે ચીન ફરીથી ખુલ્લુ પડી ગયુ છે.
ગ્લૉબલ ટાઇમ્સ અનુસાર, ચીને લદ્દાખ સીમા પર બર્ફીલા પહાડો પર પોતાની અત્યાધુનિક ટેન્કોને ઉતારી દીધી છે. પહાડો પર યુદ્ધાભ્યાસ અને ટેન્કોના વીડિયો પણ સામે આવ્યા છે. ચીનની આ PCL-181 તોપ ટેન્ક છે, અખબારમાં કહેવાયુ છે કે, પહાડો પર આસાનીથી ચાલી શકનારી તોપો 155 એમએમની છે, અને આને પહેલીવાર 1 ઓક્ટોબર 2019એ નેશનલ ડે પર સેનાની પરેડમાં સામેલ કરવામાં આવી હતી.
ચીની અખબારે કહ્યું કે આ ટેન્કોનુ વજન માત્ર 25 ટન છે, આનાથી આ ઓટોમેટિક હોવિત્ઝર ટેન્ક ખુબજ આસાનીથી લાંબા સમય માટે લઇ જઇ શકાય છે. આ પહેલાની ટેન્કોનુ વજન 40 ટન હોતુ હતુ. ઓછા વજનના કારણે આ ટેન્કો બર્ફીલા પહાડો વિસ્તારોમાં પણ આસાનથી કામ આવી શકે છે.
ગ્લૉબલ ટાઇમ્સે દાવો કર્યો છે કે, ચીનની સેનાએ વર્ષ 2017માં ડોકલામ વિવાદ દરમિયાન આ ટેન્કોને ત્યાં પણ તૈનાત કરી હતી.
સીમા પર ચીનની ચાલબાજી, બર્ફીલા પડાડો પર ટ્રેનિંગ માટે ઉતારી ખતરનાક ટેન્કો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jun 2020 01:33 PM (IST)
ગયા મહિને ચીને ભારત પર સીમા બાજુથી ચઢાઇની કોશિશ કરી હતી, પણ ભારતીય સેનાએ તેને રોકી દીધી હતી. ભારતે પોતાના દાવથી ચીનને પાછળ ધકેલી દીધુ હતુ. હવે આ મામલે ચીન ફરીથી ખુલ્લુ પડી ગયુ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -