કોરોના મહામારી દરમિયાન કેશ ટ્રાન્સફર પ્રોગ્રામના માધ્યમથી ગરીબીની મદદથી પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની પેશકશ પર ભારતે મજેદાર જવાબ આપ્યો છે. ગુરુવારે 11 જૂને પાડોશી દેશને યાદ અપાવ્યુ કે મહામારી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા આર્થિક પ્રોત્સાહન પેકેજનો આકાર પાકિસ્તાનની જીડીપીના બરાબર છે.
પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાને એક ખબરની સાથે પોતાના ટ્વીટમાં કહ્યું હતુ કે અમે ભારતમાં ગરીબોની મદદ કરવા માટે તૈયાર છીએ. અમારા દેશમાં કેશ ટ્રાન્સફર પ્રોગ્રામની આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રસંશા થઇ છે.
પાક પીએમની આ વાતનો જવાબ આપતા ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવસ્તાવે ડિજીટલ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું- પાકિસ્તાન પોતાના દેશના લોકોને કેશ આપવાના બદલે દેશની બહાર બેન્ક ખાતામાં કેશ ટ્રાન્સફર માટે જાણીતુ છે. ઇમરાન ખાનના સલાહકારોને વધુ સારી સૂચનાની જરૂર છે.
તેમને કહ્યું અમા બધા પાકિસ્તાનના દેવાની સમસ્યા (જીડીપીના 90 ટકા) વિશે જાણીએ છીએ, અને દેવાના પુનર્ગઠનને લઇને તે કેટલા દબાણમાં છે. સારુ છે તેઓ યાદ રાખે કે અમારુ આર્થિક પ્રોત્સાહન પેકેજ પાકિસ્તાનના જીડીપીના બરાબર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને કૉવિડ-19 મહામારીના પ્રભાવથી મહત્વપૂર્ણ વિસ્તારોને નિપટવા માટે મદદ કરવા 20 લાખ કરોડ રૂપિયાનુ આર્થિક પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી હતી.