બીજિંગ: ચીનના પૂર્વ પ્રાંત જિયાંગશીમાં વિજળી નિયંત્રણ ટાવરમાં નિમાર્ણ થતા પ્લેટફોર્મ પડી જવાના કારણે આછામાં ઓછા 40 લોકોની મોત થયા છે.

સ્થાનિક મીડિયાના અનુસાર દુર્ધટના ફેંગચેંગમાં સવારે સાત વાગ્યા આસપાસ બની હતી, ત્યારબાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

ચીનના ઔધોગિક ક્ષેત્રમાં ભીષણ ધટનાઓ બનવી સામાન્ય વાત બની રહી છે, અને ઔધોગિક ક્ષેત્રમાં સુરક્ષાના ઉચ્ચ સ્તરિય અભાવના કારણે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે.

ગયા વર્ષે તિયાંજિન શહેરમાં રાસાયણિક વિસ્ફોટમાં 170 લોકોના મોત બાદ રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું હતું કે જવાબદાર અધિકારીઓ આ ભીષણ દુર્ધટનાથી સબક શીખશે.