ભૂકંપના ઝટકા ટોક્યોમાં પણ અનુભવાયા હતા, જ્યાં ઘણી ઇમારીતોમાં ધ્રુજી હતી. શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 7.3 આંકવામાં આવી હતી. પરંતુ બાદમાં તેને 6.9 કરવામાં આવી. ભૂકંપના લીધે ફુકુશિમામાં આવેલ પરમાણુ સંયંત્રના ત્રીજા રિએક્ટરમાં કુલિંગ સિસ્ટમે કામ કવરાનું બંધ કરી દીધું છે. જો કે આના લીધે પ્લાંટને કોઇ જ નુક્સાન નથી થયું. માર્ચ 2011 માં ભૂકંપ અને સુનામીના લીધે ફુકુશિમાં સ્થિત તેપકો દાઇચિ ન્યૂક્લિયર પ્લાંટમાં ભારે નુક્સાન થયું હતું.
ભૂકંપ સ્થાનિક સમય અનુસાર મંગળવાર સુવારે 6 વાગે આવ્યો હતો. 2011 જાપાનમાં 9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ આવેલી સુનામી લહેરોના લીધે ફુકુશિમાં પરમાણું સંયંત્રને ભારી નુક્સાન થયું હતું. ચેતવણી આપવામાં આવી છે કે, સમુદ્રમાં 10 ફુટ ઉચી લહેરો ઉડી શકે છે.
2011 માં ફુકુશિમાની અંદર ભૂકંપ બાદ સુનામીમાં 18 હજારથી વધુ લોકોની મોત થઇ હતી.