વુહાનઃ ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે, દરરોજ કોરોનાના કારણે મરનારાઓની સંખ્યા વધી રહી છે. ચીનમાં કોરોના વાયરસના કારણે મૃતકોની સંખ્યા વધીને હવે 300ને પાર પહોંચી ગઇ છે.


ચીનની સરકાર તરફથી રવિવારે સવારે મળેલી માહિતી પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી સંક્રમિત વધુ 45 પીડિતોના મોત થઇ ગયા છે.

મોતના નવા મામલાને લઇને ચીનમાં અત્યાર સુધી 304 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 12 હજારથી વધુ લોકોમાં સંક્રમણની પુષ્ટિ કરવામાં આવી ચૂકી છે. શનિવારે મૃતકોની સંખ્યા 259 હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના સંક્રમણની શરૂઆત ડિસેમ્બર મહિનામાં ચીનમાં હુબેઇ પ્રાંતથી થઇ હતી. હુબેઇ પ્રાંતની રાજધાની વુહાઇામાં કોરોનાનો પહેલો કેસ બહાર આવ્યો હતો.