બેઇજિંગ: ચીનમાં ફરી એકવાર કોરોના કહેર મચાવી રહ્યો છે.. ચીનમાં 26 નવેમ્બરના રોજ કોરોનાના નવા 39,791 કેસ નોંધાયા છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને રવિવારે જણાવ્યું હતું કે, જેમાંથી 3,709 લક્ષણોવાળા હતા અને 36,082 asymptomatic હતા.






આના એક દિવસ પહેલા ચીનમાં કોવિડ-19ના 35,183 નવા કેસ નોંધાયા હતા. જેમાંથી 3,474 લક્ષણોવાળા હતા અને 31,709 એસિમ્પ્ટોમેટિક હતા, જેને ચીન અલગથી ગણે છે. ચીને 39,506 નવા કેસ નોંધ્યા છે. જેમાંથી 3,648 લક્ષણોવાળા અને 35,858 એસિમ્પ્ટોમેટિક હતા, જે એક દિવસ અગાઉ 34,909 હતા.


એક દિવસ પહેલા ચીનમાં કોરોનાથી એક  મોત થયું હતું. જેના કારણે દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 5,233 થઈ ગઈ છે. કોવિડ-19ને પહોંચી વળવા ચીને ઝીરો કોવિડ પોલિસી લાગુ કરી છે. આ મુજબ, કોઈપણ શહેરમાં જ્યાં કોવિડ -19 ચેપના કેસોની સંખ્યા વધે છે ત્યાં કડક લોકડાઉન લાગુ કરવામાં આવે છે. જેના કારણે શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


એક દિવસ પહેલા ચીનના શિનજિયાંગ શહેરમાં એક એપાર્ટમેન્ટમાં લાગેલી ભીષણ આગમાં 10 લોકોના મોત થયા હતા. આ પછી, નારાજ ભીડે કોવિડના લોકડાઉનને ખતમ કરવાની માંગ સાથે જબરદસ્ત પ્રદર્શન કર્યું. એવું કહેવામાં આવ્યું હતું કે જે સમયે ચીનના શિનજિયાંગ પ્રાંતની રાજધાની ઉરુમકીમાં એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી ત્યારે લોકડાઉનને કારણે લોકોને પોતાનો જીવ બચાવવા માટે એપાર્ટમેન્ટની બહાર જવા દેવામાં આવ્યા ન હતા. આ બાબતે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


War: યૂક્રેન યુદ્ધમાં રશિયાની નવી ચાલ, ખેરસૉન પર અચાનક બૉમ્બમારો કરીને કરી દીધુ આટલુ બધુ નુકશાન


Russia Ukraine War: દુનિયામાં અત્યારે એકબાજુ મંદી, આર્થિક કટોકટી અને કોરોનાની સ્થિતિ છે, ત્યારેબીજી બાજુ મહાસત્તા રશિયા વધુ આક્રમક થઇ રહી છે. રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં નવો વળાંક આવ્યો છે, રશિયાએ થોડાક દિવસો પહેલા યૂક્રેનના ખેરસૉન પર હુમલો કર્યો હતો, પરંતુ આ હુમલામાં યૂક્રેની સેનાએ રશિયન સેનાને પરાજિત કરીને ખેરસૉનને છોડાવી લીધુ હતુ. આ ખેરસૉનમાં મળેલી હારથી હવે રશિયા ગિન્નાયુ છે. રશિયાએ ફરી એકવાર પોતાની સેનાને યૂક્રેન પર તાબડતોડ હુમલો કરવા માટે છુટ આપી દીધી છે, અને આ પછી રશિયન સેનાએ ખેરસૉન પર ભયંકર બૉમ્બમારો કરીને 15થી નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા છે, એટલુ જ નહીં 60 થી 70 ઘરોમાં વીજળી ગુલ કરી દીધી છે. 


કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયાએ તાજેતરમાં જ ખેરસૉન પર હારનો સામનો કર્યો છે, અને યૂક્રેની સેનાએ ખેરસૉનને પાછુ મેળવી લીધુ છે, આ વાત હવે રશિયાને ગમી નથી, અને તેને ફરીથી ખેરસૉન પર બૉમ્બવર્ષા શરૂ કરી દીધી છે, હાલમાં ખેરસૉનમાં ભયંકર અને ડરામણી સ્થિતિ પેદા થઇ ગઇ છે.  તાજેતરના સમયમાં રશિયાએ યુક્રેનના પાવર ગ્રીડને નિશાન બનાવ્યું છે. મોટા શહેરોમાં વીજળી અને પાણી પુરવઠો ઠપ થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન વિરુદ્ધ કોલ્ડને પોતાનું સૌથી મોટું હથિયાર બનાવવા માંગે છે. આ જ કારણ છે કે રશિયન એરસ્ટ્રાઈકમાં યુક્રેનિયન પાવર સ્ટેશનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે