નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા પર યુવા વર્ગ પૉપ્યૂલર અને ફોલોઅર્સ વધારવા માટે કોઇપણ હદ સુધી જતા દેખાય છે. વળી, હવે ચીનમાંથી એક એવો કિસ્સા સામે આવ્યો છે જે બધાને ચોંકાવી દેશે. અહીં એક ટિકટૉક સ્ટાર યુવતી ટિકટૉક વીડિયો બનાવવાની લ્હાયમાં 160 ફૂટ ઉંચા પહાડ પર ચઢી ગઇ, અને અચાનક પગ લપસ્યો અને મોત થઇ ગયુ હતુ. 


ખરેખરમાં, ચીનમાં એક 23 વર્ષની છોકરી જિઓ ક્યૂમેઇ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેનારાઓમાંની એક હતી, અને ટિકટૉકથી ખુબ પૉપ્યૂલર થઇ ગઇ હતી. જાણકારી અનુસાર, જિઓ ક્યૂમેઇ 160 ફૂટની ઉંચાઇ પર પોતાનો વીડિયો બનાવી રહી હતી, અને અચાનક પગ લપસવાથી નીચે પડી અને મોત થઇ ગયુ હતુ. કહેવાઇ રહ્યું છે કે મૃતક પોતાની રૂટીન લાઇફ સાથે જોડાયેલા વીડિયો બનાવીને પોતાના ફોલોઅર્સ સાથે શેર કરતી હતી.  




જમીન પર પડી ત્યારે પણ વીડિયો ચાલુ હતો--
કહેવાઇ રહ્યું છે કે જિઓ ક્યૂમેઇ પોતાનો આ વીડિયો ક્રેન કેબિનમાં બેસીને શૂટ કરી રહી હતી. ત્યારે દૂર્ઘટના ઘટી, પગ લપસ્યો અને જિઓ ક્યૂમેઇ 160 ફૂટની ઉંચાઇથી નીચે પટકાઇ હતી, જ્યારે તે જમીન પર પડી તે સમયે પણ તેનો વીડિયો ચાલુ હતો. 


કોઇ સ્ટન્ટ ન હતી કરતી - જિઓ ક્યૂમેઇનો પરિવાર
વળી, જિઓ ક્યૂમેઇના પરિવારજનોએ ઘટનાની પુષ્ટી કરતા કહ્યું કે, આ એક દૂર્ઘટના હતી, કોઇપણ પ્રકારનો સ્ટન્ટ ન હતો. ઉલ્લેખનીય છે કે આજકાલ હોંગકોંગમાં એક ઇન્ફ્યૂએન્ઝરનુ પણ મૃત્યુ થઇ ગયુ હતુ. આ મહિલા ઝરણાના કિનારે તસવીર ખેંચી રહી હતી, ત્યારે દૂર્ઘટના ઘટી અને મોત થઇ ગયુ હતુ.