China News: દુનિયાભરમા અત્યારે ભારતનું ડંકો વાગી રહ્યો છે, ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ લેન્ડિંગ બાદ દુનિયા ભારતને સ્પેસ અને ટેકનોલૉજીમાં ઝડપથી આગળ વધતો દેશ માની રહી છે, ત્યારે આપણા પાડોશી દેશ પાકિસ્તાન અને ચીનને આ સહન નથી થઇ રહ્યું. હવે ચીને આ બધાની વચ્ચે જોરદાર નવો પેંતરો રચવાનું શરૂ કરી દીધુ છે. ચીન પોતાની ખુદને સુપર પાવર બનાવવામાં કામે લાગ્યુ છે. તેનો ઈરાદો દરેક ક્ષેત્રમાં પોતાને આગળ રાખવાનો છે. હાલના દિવસોમાં તે કંઈક એવું કરી રહ્યું છે જેને દુનિયાને ચોંકાવી દીધી છે. ખરેખરમાં ચીન અમેરિકા સહિત દુનિયાભરના ટૉપ ટેલેન્ટને અહીં લાવવા માટે લલચાવી રહ્યું છે. આ માટે એક કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. લોકોને નોકરીના બદલામાં તગડો પગાર, મકાન ખરીદવા માટે સબસિડી અને નોકરીઓ માટે કરાર કરવા માટે બૉનસ મળે છે.
હકીકતમાં પહેલા ચીનમાં 'થાઇઝેન્ડ ટેલેન્ટ પ્રૉગ્રામ' (TTP) ચલાવવામાં આવી રહ્યો હતો. તેના દ્વારા ચીનની સરકાર દુનિયાભરમાંથી એવા શિક્ષિત લોકોની ભરતી કરી રહ્યું હતુ, જેઓ વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રમાં ચીન માટે કામ કરી શકે. આ પ્રોગ્રામનું નામ હવે બદલીને ક્વિમિંગ કરવામાં આવ્યું છે. વાસ્તવમાં ચીન ટેક્નોલૉજી સેક્ટરમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવા માંગે છે. સેમિકન્ડક્ટર એ એક ક્ષેત્ર છે જ્યાં તે હાલમાં પાછળ છે. આ ક્ષેત્રમાં આગળ રહેવા માટે ક્વિમિંગ પ્રોગ્રામ જોરશોરથી ચાલી રહ્યો છે.
ચીન ટેલેન્ટેડ લોકોને આપી રહ્યું છે લાલચ -
સાઉથ ચાઈના મૉર્નિંગ પૉસ્ટના સમાચાર અનુસાર, આ નવા જૉબ પ્રોગ્રામ દ્વારા નિયુક્તિ પામનારાઓને ચીનમાં ઘર ખરીદવા પર સબસિડી મળી રહી છે, એટલું જ નહીં, લોકોને નોકરીના કૉન્ટ્રાક્ટ પર સહી કરતાની સાથે જ ત્રણથી પાંચ કરોડ રૂપિયાનું બૉનસ પણ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત લોકોને લાખો રૂપિયાનો પગાર આપવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે ક્વિમિંગ તરીકે નિયુક્ત કરાયેલા લોકો ટેલેન્ટેડ અને ટોચના વૈજ્ઞાનિકો, પીએચડી હૉલ્ડર્સ, સંશોધકો હોય છે.
સેમિ કન્ડક્ટર પ્રતિબંધે વધારી ચીનની ચિંતા -
વાસ્તવમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચીનને સેમિ કન્ડક્ટરના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માંગે છે. અમેરિકાએ તાજેતરમાં સેમિ કન્ડક્ટરને લઈને ચીન પર કેટલાક નિયંત્રણો લાદ્યા છે. આ પ્રતિબંધોમાંથી એક યુએસ નાગરિકો અને કાયમી રહેવાસીઓને સેમિ કન્ડક્ટર ચિપ સેક્ટરમાં કામ કરવા માટે ચીનમાં જતા અટકાવે છે. કૉમ્પ્યુટર, હેલ્થકેર, મિલિટરી સિસ્ટમ, ટ્રાન્સપૉર્ટેશન જેવી વસ્તુઓમાં સેમિ કન્ડક્ટરનો ઉપયોગ થઈ રહ્યો છે. પ્રતિબંધ બાદ ચીનનો આ ઉદ્યોગ હચમચી ગયો છે.
ક્વિમિંગ પર કેમ વધી રહ્યો છે શક ?
ચીનનું ઉદ્યોગ અને માહિતી ટેકનોલૉજી મંત્રાલય ક્વિમિંગ પ્રૉગ્રામની દેખરેખ કરી રહ્યું છે. લોકોની નિમણૂક માટે ઓનલાઈન જાહેરાત ચલાવવામાં આવી રહી છે. ચીને હજુ સુધી આ કાર્યક્રમ અંગે ઓફિશિયલ રીતે મોઢું ખોલ્યું નથી. આ ઉપરાંત સરકારની વેબસાઈટ પર પણ તેના વિશે કોઈ માહિતી નથી. ક્વિમિંગ દ્વારા વૈજ્ઞાનિક અને ટેકનોલૉજીના ક્ષેત્રમાંથી લોકોની નિમણૂક કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ચીન કંઈક મોટું કરવાની યોજના બનાવી રહ્યું છે કે કેમ તે અંગે ચિંતા વધી રહી છે.