નવાઝનો તખ્તો પલટાવવામાં પાક આર્મીનો સાથ આપશે ચીન!
abpasmita.in | 12 Oct 2016 08:38 AM (IST)
નવી દિલ્લીઃ ભારતે કરેલા સર્જીકલ સ્ટ્રાઇક ઑપરેશન બાદ પાકિસ્તાનમાં ફરી તખ્તા પલટાવાની સંભાવવા વધી ગઇ છે. પાકિસ્તાની મીડિયા અને ઇસ્લામાબાદમાં આ બાબતને લઇને આમ લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે, રાહીલ શરીફે અમુક દેશોના દૂતાવાસનો સંપર્ક કર્યો છે અને પાકિ્સ્તાનમાં સૈનિક શાસન માટે સમર્થન મળે તેવા પ્રયાસો કર્યા હતા. એવું માનવામાં આવી રહ્યું છે ચીન તરફથી રાહીલ શરીફને તટસ્થ રહીને સમર્થનનું વચન આપ્યું છે. ચીન આમ પણ સીપેક સુરક્ષાના બહાને સીધો જ જનરલ રાહીલના સંપર્કમાં છે. ચીનનો પહેલેથી જ પાકિસ્તાની લોકશાહીમાં વિશ્વાસ નથી. મોદીના અચાનક લાહોર પ્રવાસને લઇને અને નવાઝ શરીફનું સ્વાગત જોઇને ચીને આર્મી ચીફને વધુ મહત્વ આપવાનું શરૂ કર્યું હતું. જોકે અત્યારે મોદી અને શરીફ વચ્ચેનો અંતર વધી ગયું છે. રાહીલ શરીફ વચ્ચે સાઉદી અરબ આવી રહ્યું છે. રાહીલ શરીફના સૂત્રોએ સાઉદી અરબને મનાવવાની જવાબદારી પોતાના ચીની સંપર્કોને આપ્યા છે. એક્શટેંશન લેવાની ના પાડી ચુકેલા જનરલ રાહીલ શરીફને પાકિસ્તાની જનતાનું પણ સમર્થન છે.