કાબુલ: શિયા ધર્મસ્થળ પર હુમલો, ગોળીબારમાં 14ના મોત, 40થી વધુ ઘાયલ
abpasmita.in
Updated at:
12 Oct 2016 07:19 AM (IST)
NEXT
PREV
કાબુલ: અફગાનિસ્તાનની રાજધાની કાબુલમાં મોડી રાત્રે શિયા ધર્મસ્થળને નિશાન બનાવવામાં આવ્યુ છે. આ હુમલામાં 14 લોકોના મોત થયા છે અને 40 લોકો ઘાયલ થયા છે. અહીં ધમાકા પછી ગોળીબારના અવાજો પણ સંભળાયા છે. જે સમયે કાબુલના મુખ્ય શિયા ધર્મસ્થલ કાર્તે સખી પર હુમલો થયો ત્યારે ત્યાં શિયા સમૂદાયના લોકો મોટી સંખ્યામાં હાજર હતા. શિયા સમુદાયના લોકો ઈસ્લામિક કેલેંડર અનુસાર મુહર્રમ મહિનાની દસમી તારીખ જેને અશૂરા પણ કહેવામાં આવે છે, તે દિવસે ઈમામ હુસૈનની મોતને યાદ કરીને માતમ કરી રહ્યાં હતા એ સમયે આ હુમલો થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -