Chinese Protest Against Zero-Covid Policy: ચીનની રાજધાની બેઈજીંગ વિરૂદ્ધ હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. ગઈ કાલે રાતથી ચીનના શંઘાઈમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. સોશિયલ મીડિયામાં અનેક વીડિયો પણ સામે આવી રહ્યાં છે જેમાં લોકો કોરોના સંબંધીત ચીનની સરકાર દ્વારા લગાવવામાં આવેલા આકરા પ્રતિબંધ વિરૂદ્ધ ભારે નારેબાજી કરી રહ્યાં છે. આ પ્રદર્શનો ઉરૂમકીમાં એક એપાર્ટમેન્ટમાં આગ લાગતા 10 લોકોના મોત નિપજ્યા અને નવ લોકો ઘાયલ થયા બાદ શરૂ થયા છે.  


વિલિયમ યાંગે નામના વરિષ્ઠ પત્રકારે ટ્વિટર પર એક વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં લોકો 'ઉરુમકી રોડ' પર શી જિનપિંગની આગેવાની હેઠળની ચીની કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી) સામે ભારે વિરોધ કરી રહ્યાં છે. નાગરિકોએ "કમ્યુનિસ્ટ પાર્ટીને હટાવો", "કોમ્યુનિસ્ટ પાર્ટી પદ છોડો" અને "શી જિનપિંગને દૂર કરો" જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. મોટી સંખ્યામાં ચીની નાગરિકો કોવિડ નીતિ સામે ગુસ્સો વ્યક્ત કરીને રસ્તા પર ઉતરી આવ્યા હતા.




'મારે પીસીઆર ટેસ્ટ નથી કરાવવો'


શાંઘાઈમાં વિરોધ પ્રદર્શનો અંગેની શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં વિલિયમ યાંગે કહ્યું હતું કે, અસંખ્ય લોકો ઉરુમકી રોડ પર એકઠા થયા અને સૂત્રોચ્ચાર કર્યા હતાં "મારે પીસીઆર ટેસ્ટ નથી કરાવવો", "મને આઝાદી જોઈએ". અન્ય એક ટ્વિટમાં વિલિયમ યાંગે કહ્યું હતું કે, ઉરુમકી રોડ'ના લોકોએ શિનજિયાંગમાં પણ લોકડાઉન ખતમ કરવાની હાકલ કરી હતી.


પોલીસ અને દેખાવકારો વચ્ચે ઝપાઝપી


અન્ય એક ટ્વીટમાં તેણે કહ્યું હતું કે ,શાંઘાઈમાં વિરોધ પ્રદર્શન સ્થળ પર લોકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. ટ્વીટ થ્રેડમાં વિલિયમ યાંગે આગળ ઉમેર્યું હતું કે, પોલીસે શાંઘાઈમાં ઘટનાસ્થળે છેલ્લા કેટલાક વિરોધીઓને ઘેરી લીધા હતા અને કેટલીક મહિલાઓને કથિત રીતે લઈ જવામાં આવી હતી. લોકોએ "સ્ટેપ ડાઉન સીસીપી" ના નારા પણ લગાવ્યા હતાં.




'અમને આઝાદી જોઈએ છે'


અન્ય એક વરિષ્ઠ પત્રકાર જોયસ કરમે પણ તેમના ટ્વિટર હેન્ડલ પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં લોકો વોલુમૂક રોડમાં COVID-19 પ્રતિબંધો સામે વિરોધ કરતા જોવા મળે છે. કરમે ટ્વીટ કર્યું હતું કે, કોવિડ પ્રતિબંધો અને સરકારી નિયમોને લઈને ચીનના સૌથી મોટા શહેરમાં જોરદાર વિરોધ શરૂ થયો છે." વિડિયોમાં, ભીડ "અમને સ્વતંત્રતા જોઈએ છે"ના નારા લગાવી રહી હતી. 




દેશવ્યાપી ગુસ્સો


ચીનમાં કોરોનાના કેસ વધતાની સાથે જ સરકારે અનેક શહેરોમાં લોકડાઉન લગાવી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષની શરૂઆતમાં શાંઘાઈના 25 મિલિયન લોકોને બે મહિના માટે લોકડાઉન હેઠળ રાખવામાં આવ્યા હતા. જેના કારણે હવે લોકો રસ્તા પર ઉતરવા મજબુર બન્યા છે. ઉરુમકીની શેરીઓમાં ભીડ ઉમટી પડી હતી. લોકોએ નારા લગાવ્યા, "લોકડાઉન સમાપ્ત કરો!"