શુક્રવારે જાહેર કરાયેલા સરકારી આંકડાઓ અનુસાર, વર્ષ 2019માં જીડીપીનો દર 2018ના 6.6 ટકાથી નીચે આવી ગયો હતો. જે અગાઉથી જ 1990 બાદ ન્યૂનતમ સ્તર પર હતો. ડિસેમ્બર મહિનામાં ખત્મ થયેલા ત્રિમાસિક ગાળામાં ગ્રોથની ઝડપ 6 ટકા રહી હતી. સપ્ટેમ્બર મહિનામાં ચીની અર્થવ્યવસ્થા વધવાની ઝડપ પણ આ જ નોંધાઇ હતી.
ચીનના ટ્રેડ સરપ્લસ અને ટેકનોલોજી સાથે જોડાયેલા હિતોના કારણે ચીન અને અમેરિકા વચ્ચે લડાઇમાં અમેરિકાએ ટૈરિફ વધારી દીધો હતો જેના કારણે ચીનના નિકાસકારોને અસર થઇ હતી. 2019 માટે વિકાસ દર ચીનની સતાધારી કમ્યુનિસ્ટ પાર્ટીના સતાવાર ટાર્ગેટ રેન્જમાં છે. જીડીપી ટાર્ગેટ 6-6.5 રાખવામાં આવ્યો હતો જે ડિસેમ્બરમાં ખત્મ થયેલા ત્રિમાસિક ગાળામાં 6 ટકા નોઁધાયો હતો. વર્ષ 2019માં ગ્રાહક ખર્ચ, રોકાણ અને ફેક્ટરી આઉટપુટ નબળા રહ્યા હતા.