ટાઈમ ડોટ કોમ પ્રમાણે તાંગ જૂઆન જાસૂસ છે. તાંગે બીજિંગમાં બાયોલોજીમાંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ ચીનની સેનાના લેબમાં કામ કરવા લાગી હતી. કેન્સર સ્પેશિયાલિસ્ટ તાંગ આ દરમિયાન અમેરિકન સ્ટાઇલમાં અંગ્રેજી બોલતા શીખી અને જાસૂસીની ટ્રેનિંગ લીધી. આ પછી અમેરિકાના વિઝા બનાવીને ન્યૂયોર્ક પહોંચી હતી. અમેરિકાની જાણીતી ડેવિસ રિસર્ચ લેબમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરવા લાગી. તેનું મિશન વિશ્વના સૌથી શક્તિશાળી દેશમાં જાસૂસી કરવાનું હતું.
તાંગ અનેક વખત દેશની વિવિધ કોન્સ્યુલેટ્સ કે ડિપ્લોમેટિક ફેસેલિટીમાં જતી જોવા મળી હતી. તે ખુદ સોશિયલ મીડિયા વાપરતી નહોતી. પરંતુ તેના એક મિત્રએ તેનો ફોટોગ્રાફ ફેસબુક પર શેર કર્યો હતો. આ ફોટો તે જ્યારે બીજિંગની આર્મી લેબમાં કામ કરતી હતી ત્યારનો હતો. જે બાદ એફબીઆઈની શંકા પ્રબળ બની અને તેના પર કડક નજર રાખવામાં આવી.
તાંગના કોઈ સંબંધી કે તે કોઈ ડિપ્લોમેટિક મિશનનો હિસ્સો ન હોવા છતાં સાન ફ્રાન્સિસકો, હ્યુસ્ટન અને ટેક્સાસની ચીની કોન્સ્યૂલેટ્સમાં જતી હતી. ઉપરાંત મહિનાઓ સુધી રહેતી હતી. કોઈપણ નાગરિક વિવિધ કારણોસર પોતાના દેશની ડિપ્લોમેટિક ફેસિલિટીમાં જઈ શકે છે પણ જો ત્યાં રહેવા માંગતા હોય તો આ અંગે જે તે સંબંધિત દેશની મંજૂરી લેવી પડે છે.
હાલ તેના પર વીઝા ફ્રોડને કેસ છે. જાસૂસીનો આરોપ સાબિત કરવા માટે પૂરાવા શોધવામાં આવશે. હાલ તેને સેક્રોમેંટો જેલમાં રાખવામાં આવી છે.
આ ઉપરાંત અમેરિકાના 25 શહેરોમાં એફબીઆઈએ ચીની વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. શંકાસ્પદ ગતિવિધિ કરતાં ચીની વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવશે. અમેરિકન તપાસ એજન્સીના કહેવા પ્રમાણે, ચીનના ઈશારે આવા વિદ્યાર્થીઓ વિઝા સ્કેનડલ ચલાવતા હોવાની શક્યતા છે. અમેરિકામાં સંશોધન કરતા હોવાના નામે ગુપ્ત માહિતી ચીન સુઝી પહોંચાડતા હોવાની શંકાના પગલે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Corona Vaccine: ભારતમાં ક્યાં પૂરો થયો કોવેક્સીનના માનવ પરીક્ષણના ફેઝ-1નો પ્રથમ હિસ્સો, જાણો શું આવ્યું પરિણામ
દેશમાં એક ડઝન રાજ્યોમાં લદાયું વીકએન્ડ લોકડાઉન, જાણો ક્યા ક્યા રાજ્યોમાં બધું બંધ ?