ભારતના મિશન 'ચંદ્રયાન-2'ને લઇને ચીની વૈજ્ઞાનિકોએ ઇસરોની ખુબ પ્રસંશા કરી છે. ચીની લોકો અને ચીની વૈજ્ઞાનિકોએ ઇસરોને આશા ના છોડવાનું કહ્યું છે, તેમને ઇન્ટરનેટના માધ્યમથી કહ્યું છે કે ઇસરોએ કોશિશો અને મહેનત ચાલુ રાખવી જોઇએ. ચીનના સત્તાવાર મીડિયા ગ્લૉબલ ટાઇમ્સે આ વાતની માહિતી આપી છે.
ખાસ વાત છે કે, ચીની મીડિયા ઉપરાંત આ પહેલા અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ સહિતના દેશોએ ભારતના 'ચંદ્રયાન-2' મિશનની પ્રસંશા કરી હતી.
નોંધનીય છે કે, 7 સપ્ટેમ્બરે 'ચંદ્રયાન-2'ના લેન્ડર વિક્રમનો ચંદ્રની ધરતી પર પહોંચતા પહેલા જ સંપર્ક તુટી ગયો હતો. જોકે, ઇસરોને આશા છે કે બહુ જલ્દી કોશિશો દ્વારા સંપર્ક ફરીથી સ્થાપિત કરી શકાશે. જ્યારે 'ચંદ્રયાન-2' ચંદ્રની ધરતી પરથી 2.1 કિલોમીટર દુર હતુ ત્યારે વિક્રમ સાથેનો સંપર્ક તુટી ગયો હતો.