CIA Chief Praise for PM Modi : અમેરિકાની ગુપ્તચર એજન્સી CIAના વડા વિલિયમ બર્ન્સે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતાં. સીઆઈએ ચીફે યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયા દ્વારા હજી સુધી પરમાણું હુમલા ના કરવા માટે પીએમ મોદી દ્વારા કરવામાં આવેલી અપીલ હોવાનું કહ્યું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા પરમાણુ હથિયારોના ઉપયોગ અંગે વ્યક્ત કરેલી ચિંતાની અસર યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયા પર થઈ રહી છે.
IAના વડા વિલિયમ બર્ન્સે કહ્યું હતું કે, યુક્રેન સાથેના યુદ્ધમાં વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની રશિયાની યોજનાના હજી સુધી કોઈ સ્પષ્ટ પુરાવા હાથ લાગ્યા નથી. જે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની અપીલને આભારી છે.
વિલિયમ બર્ન્સે એક વાતચીતમાં જણાવ્યું હતું કે, મને લાગે છે કે ભારતમાં શી જિનપિંગ અને વડાપ્રધાન મોદીએ પણ પરમાણુ હથિયારોના ઉપયોગને લઈને તેમની ચિંતાઓ વ્યક્ત કરી ચુક્યા છે. મને લાગે છે કે તેની અસર રશિયા પર પણ થઈ છે. ઉલ્લેખનીય છે કે, પુતિનની પરમાણુ હુમલાની ધમકી બાદ પીએમ મોદીએ તેમની સાથે વાત કરી હતી.
CIA ચીફે પીએમ મોદીના કર્યા ભારોભાર વખાણ
બર્ન્સે આ બદલ પીએમ મોદીના ભારોભાર વખાણ કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, પુતિન સાથે પીએમ મોદીની વાતની સકારાત્મક અસર થઈ છે. CIA ચીફે ઉમેર્યું હતું કે, મને લાગે છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા પરમાણુ હથિયારોના ઉપયોગની વાત માત્ર ડરાવવા ખાતર જ હતી. માટે જ રશિયાની માનવાધિકાર પરિષદની બેઠકમાં બોલતા પુતિને કહ્યું હતું કે, મોસ્કો યુક્રેનનો સામનો કરવા માટે તેના તમામ ઉપલબ્ધ માધ્યમોથી લડશે.
પુતિને પરમાણુ હુમલાની આપી હતી ધમકી
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે, પરમાણુ યુદ્ધનો ખતરો વધી રહ્યો છે. પુતિને કહ્યું હતું કે, હજી સુધી રશિયાએ પહેલા પરમાણુ હથિયારોના ઉપયોગ વિશે વિચાર્યું નથી. કોઈપણ સંજોગોમાં રશિયા પરમાણુ હથિયારોના ઉપયોગને ટાળશે, પરંતુ તેનો અર્થ એ પણ ન કરવો જોઈએ કે તેનો ઉપયોગ બિલકુલ જ નહીં કરવામાં આવે. પુતિને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, જો રશિયાની સરહદ પર હુમલો થશે તો પરમાણુ યુદ્ધની શક્યતાને નકારી શકાય નહીં.