મેડ્રિડઃ દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે, અમેરિકા બાદ હવે સ્પેનમાં કોરોનાના કારણે સૌથી વધુ મોત થઇ ચૂક્યા છે. અહીં અત્યાર સુધી 23 હજારથી વધુ લોકોના મોત થયાના રિપોર્ટ છે,
જોકે, આ બધાની વચ્ચે એક સારા સમાચાર મળ્યા છે, સ્પેનમાં છેલ્લા પાંચ અઠવાડિયામાં પહેલીવાર ગઇકાલે મૃત્યુઆંકમાં રાહત મળી છે. કાલે અહીં 20 માર્ચ બાદ સૌથી ઓછા મોત નોંધાયા છે.
સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં પહેલીવાર મોતનો આંકડો નીચો રહ્યો છે, અહીં છેલ્લા 24 કલાકમાં 288 લોકોના મોત થયા છે, 17 માર્ચ બાદ પહેલીવાર સંક્રમિત લોકોની સંખ્યા પ્રતિદિવસ 2000થી ઓછી થઇ છે. હવે ત્યાની સરકારે 44 દિવસના લૉકડાઉન બાદ બાળકોને ઘરમાંથી નીકળવા માટેની છૂટ આપી છે, એટલે કે સ્પેનમાં ધીમે ધીમે જિંદગી પાટા પર આવી રહી છે.
અમેરિકા બાદ જો કોઇ દેશમાં કોરોનાએ કેર વર્તાવ્યો હોય તો તે છે સ્પેન, સ્પેનમાં અત્યાર સુધી 2 લાખ 26 હજારથી વધુ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. વળી 23 હજાર 190 લોકો જીવ પણ ગુમાવી ચૂક્યા છે, અને 17 હજાર 727 લોકો સાજા થઇને ઘરે પહોંચ્યા છે.
સ્પેનમાં મોતનો આંકડો 23 હજારને પાર, 5 અઠવાડિયા બાદ મૃત્યુઆંકમાં રાહત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Apr 2020 10:18 AM (IST)
સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં પહેલીવાર મોતનો આંકડો નીચો રહ્યો છે, અહીં છેલ્લા 24 કલાકમાં 288 લોકોના મોત થયા છે, 17 માર્ચ બાદ પહેલીવાર સંક્રમિત લોકોની સંખ્યા પ્રતિદિવસ 2000થી ઓછી થઇ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -