વોશિંગ્ટનઃ દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. વિશ્વભરમાં મૃતકોની સંખ્ય 2 લાખની નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 90,731 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે, જ્યારે મરનારોની સંખ્યામાં 6069નો વધારો થયો છે. વર્લ્ડોમીટર અનુસાર, 210 દેશમાં અત્યાર સુધી 29 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. તેમાંથી 2 લાખ 3 હજાર 166 લોકોના મોત થયા છે, જો કે 836,612 લોકો સંક્રમણમાંથી મુક્ત થયા છે.

અમેરિકામાં નોવેલ કોરોનાવાયરસ (કોવિડ-19)થી મરનારા લોકોની સંખ્યા 53 હજારને પાર કરી ગઈ છે, જ્યારે 9 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે. અમેરિકામાં કોવિડ-19થી સંક્રમિતોની સંખ્યા 9,45,833 પર પહોંચી છે. જ્યારે મૃતકોની સંખ્યા 53,266 થઈ છે.

ન્યૂયોર્કમાં સંક્રમિતોની સંખ્યા 2,71,590 થઈ છે, જ્યારે 21,421 લોકોના મોત થયા છે. ન્યૂજર્સીમાં 1,02,196 કેસ નોંધાયા છે અને 5,683 લોકોના મોત થયા છે.