કિંગ સલમાન અત્યારે આઈસોલશનમાં છે. મોટી રેન્કના રોયલ સભ્યો તેમજ નીચલી રેન્કના અધિકારીઓ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે. અત્યારે કિંગ ફૈઝલ સ્પેશ્યિાલિટી હોસ્પિટલના ડોક્ટર શાહી પરિવારના ઈલાજમાં લાગેલા છે અને હોસ્પિટલમાં વધારાના 500 બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. હોસ્પિટલના એક નિવેદન પ્રમાણે, સમગ્ર દેશમાંથી આવી રહેલા વીઆઈપી લોકો માટે વ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી છે.
એક રિપોર્ટ પ્રમાણે, હોસ્પિટલના ડોક્ટર્સને એક હાઈ અલર્ટ મેસેજ મળ્યો હતો. મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે, ટોપ અર્જન્ટ કેસ માટે હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવે જે શાહી પરિવાર સાથે જોડાયેલા છે. રિયાદની આ હોસ્પિટલમાં કોઈ સંક્રમિત સ્ટાફને રાખવામાં નહીં આવે. માત્ર શાહી પરિવારના સભ્યોને જ ચિકિત્સા પૂરી પાડવામાં આવશે.