બ્રિટનના પીએમ બોરિસ જોનસનને 27 માર્ચના રોજ કોરોના વાયરસની પુષ્ટિ થઈ હતી. કોરના વાયરસના સંક્રમણની પુષ્ટિ બાદ બોરીસ જોનસને ખુદને ઘર પર જ આઇસોલેટ પણ કર્યા હતા. ત્યાર બાદ તબિયન બગડવા પર તેમને આઈસીયૂમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જોકે જોનસનની ઓફિસ તરફથી આપવામાં આવેલ નિવેદન અનુસાર તેમને સાવચેતીના ભાગરૂપે આઈસીયૂમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. તેમની સ્થિતિ સ્થિર છે. તેમને વેન્ટીલેટર પર પણ રાખવામાં નથી આવ્યા. તમને જણાવીએ કે, જોનસસને લંડનની સેંટ થોમસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ડાઉનીંગ સ્ટ્રીટે એમ પણ કહ્યું કે વડાપ્રધાન હોસ્પિટલમાંથી કામ કરી રહ્યા નથી પરંતુ તેઓ બીજા લોકો સાથે મળવામાં સક્ષમ કહેવાય છે. પીએમ જૉનસનની જગ્યા વિદેશ સચિવ ડોમિનિક રાબ કામ જોઇ રહ્યા છે. જો રાબની પણ તબિયત ખરાબ થઇ જાય તો એક્સચેકરના ચાન્સેલર ઋષિ સુનક તેમની જગ્યાએ કામ જોશે.
બ્રિટેનમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 65,000ને પાર થઈ ગઈ છે. જ્યારે કોરોના વાયરસને કારણે મૃત્યુનો આંકડો 7978 થઈ ગયો છે. અત્યાર સુધી બ્રિટેનમાં માત્ર 135 લોકો જ જીવલેણ કોરોના વાયરસથી રિકરવ થઈ શક્યા છે.