નવી દિલ્હીઃ કોરનોા વાયરસ જેવી ખતરનાર બીમારી વિરૂદ્ધ લડાઈનો આજે 100મો દિવસ છે. છેલ્લા 100 દિવસમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં લાખો લોકોની સંખ્યામાં આ ખતરનાક વાયરસની ઝપેટમાં આવી ગયા છે. અત્યાર સુધી કોવિડ-19થી સમગ્ર વિશ્વમાં 16 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે. જ્યારે 95 હજારથી વધારે મોત થયા છે. હજુ સુધી કોઈને ખબર નથી કે કેટલાક દિવસ સુધી આ ગંભીર વાયરસનો સામનો કરવાનો છે, કેટલાક લોકોના હજુ પણ જીવ જવાના છે.


ગુરુવારને મૃતકોની સંખ્યા 90,000ને પાર

વિશ્વભરમાં કોરોના વાયરસ મહામારીને કારણે ગુરુવારે મૃતકોની સંખ્યા 90,000ને પાર પહોંચી ગઈ. મોતના કુલ 90938 કેસમાંથી અડધા જેટલા કેસ ઇટલી, સ્પેન અને અમેરિકામાંથી આવ્યા છે. ઇટલીમાં સૌથી વધારે 18279 મોત થયા છે. ત્યાર બાદ સ્પેનમાં 15238 લોકોએ જીવ ગુમાવ્યો છે. અમેરિકામાં આ વાયરસને કારણે 14830 લોકોએ જીવ ગુમાવ્યો છે. ફ્રાન્સમાં 10869 લોકોના જીવ આ વાયરસને કાણે ગયા છે.

સમગ્ર વિશ્વમાં 16,03,168 લોકો કોરોના સંક્રમિત

સમગ્ર વિશ્વભરમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં 16,03,168 લોકો કોરોના સંક્રમિત છે. આ ગંભીર વાયરસની ઝપેટમાં આવવાથી 95 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધી કુલ 95694 લોકના જીવ ગયા છે. જોકે હજારો લોકો એવા પણ ચે આ વાયરસને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. 356440 લોકો કોરોના વાયરસથી ઠીક થઈને રિકવર થઈ ગયા છે.

ભારતમાં પાંચ હજારથી વધારે લોકો સંક્રમિત

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત 5,865 કેસ નોંધાયા છે, જેમાં 5,218 સક્રિય કેસ છે, 478 સ્વસ્થ થયા છે અને 169 લોકો મૃત્યુ પામ્યા છે. જોકે 477 લોકો એવા પણ છે જે રિકવર થયા છે. સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. અત્યારે મહારાષ્ટ્રમાં કુલ 1135 લોકો કોરોના પોઝિટિવ છે જેમાંથી 72 લોકોએ જીવ ગુમાવ્યો છે.