સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. સમગ્ર દુનિયામાં પોઝિટિવ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વિશ્વભરમાં કોરોનાના દર્દીઓ 17 લાખ થઈ ગયા છે. અત્યાર સુધીમાં એક લાખ બે હજાર 734 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્રણ લાખ 76 હજાર 325 લોકોને સારવાર પછી રજા આપી દેવામાં આવી છે. મહામારીની ઈટલી બાદ સૌથી ખરાબ અસર હાલ અમેરિકામાં જોવી મળી રહી છે. અહીં કુલ પોઝિટિવ કેસ પાંચ લાખથી વધારે નોંધાયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2043 લોકોનાં મોત નિપજ્યાં છે. અહીં કુલ 18 હજારથી વધુ લોકોનાં મોત નિપજ્યાં છે.

ઈટલીમાં લોકડાઉનને ત્રણ મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. અહીં કોરોનાના 1.48 લાખ પોઝિટિવ કેસ અને 18 હજારથી પણ વધુ લોકોનાં મોત નિપજ્યાં છે. ઈટલીમાં અમેરિકા કરતા 100 મૃત્યુઆંક વધારે છે.

અમેરિકામાં આજ સાંજ સુધીમાં અન્ય દેશની સરખામણીમાં સૌથી વધારે મૃત્યુઆંક થઈ જવાની આશંકા છે, કારણ કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી અહીં રોજ બે હજારની આસપાસ લોકો જીવ ગુમાવી રહ્યા છે.