નવી દિલ્હી: સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યું છે. કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં મૃત્યુઆંક એક લાખને પાર પહોંચ્યો છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 16 લાખ 50 હજારને પાર પહોંચી છે. આ મહામારીથી સંક્રમિત 3.7 લાખ લોકો સ્વસ્થ થયા છે. આ ખતરનાક વાયરસના કારણે સૌથી વધુ મોત ઈટલીમાં થયા છે. અહીં કોરોના વાયરસના કારણે મૃતકોની સંખ્યા 18 હજાર 800ને પાર પહોંચી છે. કોરોના વાયરસથી ભારતમાં 206 લોકોના મોત થયા છે, જ્યારે 6761 લોકો સંક્રમિત છે.


અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 4 લાખ 75 હજારથી વધુ છે, જે દુનિયાના કોઈપણ દેશની તુલનામાં સૌથી વધુ છે. કોરોના વાયરસથી મોતના મામલે અમેરિકા બીજા નંબર પર છે. અમેરિકામાં 18 હજારથી વધુ મોત થયા છે. ત્રીજા નંબર પર સ્પેન છે,અહીં 15 હજાર 970થી વધુ લોકો કોરોના વાયરસથી મોત થયા છે.

બ્રિટનમાં કોરોના વાયરસના કારણે 24 કલાકમાં રેકોર્ડ 980 લોકોના મોત થયા છે. બ્રિટનમાં કોરોના વાયરસથી એક દિવસમાં મૃતકોની અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે. બ્રિટનમાં 8 હજાર 900થી વધુના મોત થયા છે. અહીં સંક્રમિત દર્દીઓની સંખ્યા 71 હજારથી વધુ છે.