નવી દિલ્હી: ભારતીય વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ અમેરિકી ઉપ વિદેશ મંત્રીને અમેરિકામાં ફસાયેલા ભારતીય માટે H1B વિઝાનો સમયગાળો વધારવાની માંગ કરી છે. વાસ્તવમાં કોરોના વાયરસની મહામારી અને તેનાથી સર્જાયેલી આર્થિક મંદીના કારણે અનેક અમેરિકી કંપનીઓ H1B વિઝા પર કામ કરી રહેલા લોકોને નિકાળી શકે છે અને જો આમ થયું તો તેનો સૌથી મોટું નુકસાન અમેરિકામાં રહેતા હજારો ભારતીયોને થશે. એવામાં માત્ર 60 દિવસમાં આ લોકોએ નવી નોકરી શોધવી પડશે અથવા અમેરિકા છોડવું પડશે.

એ વાતનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આર્થિક મંદીને જોતાં અમેરિકા H1B વિઝાને હાલમાં સંપૂર્ણ રીતે સસ્પેન્ડ પણ કરી શકે છે. નોંધનીય છે કે, અમેરિકામાં બેરોજગારી વર્ષ 2015માં 6 ટકાથી વધીને 2019માં 21 ટકા સુધી પહોંચી ગઈ હતી. જ્યારે આ વર્ષે માર્ચ સુધીમાં બેરોજગારી 3 હજાર ટકા સુધી પહોંચી ગઈ છે અને લગભગ 6.6 મિલિયન લોકોએ Unemployment Benefits માટે અપ્લાય કર્યું છે.

H1B વિઝા Non-Immigrant Working પરમિટ હોય છે. જેનાથી અમેરિકી કંપનીઓ વિદેશોમાંથી ખાસ વર્ક માટે લોકોને હાયર કરે છે. જો અમેરિકી કંપનીઓ H1B વિઝા પર કામ કરતા લોકોને કાઢે અથવા અમેરિકી સરકાર તેને હાલમાં સ્થગિત કરી દે તો સ્પષ્ટ છે કે સૌથ મોટું નુકસાન ભારતીયોને થશે.