કોરોનાની સૌથી વધારે અસર અમેરિકામાં જોવા મળી રહી છે. મહાસત્તામાં વેક્સિનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવા છતાં સંક્રમણના મામલા વધી રહ્યા છે. 3 નવેમ્બર બાદથી દરરોજના એક લાખથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. આ મહિને 13મી વખત બે લાખથી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 2.25 લાખ નવા કોરોના કેસ આવ્યા અને 3,021 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
અમેરિકામાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા વધીને 1 કરોડ 76 લાખને પાર કરી ગઈ છે. જેમાંથી 3 લાખ 17 હજાર લોકોના મોત થયા છે. હાલ અહીં 70 લાખ જેટલા એક્ટિવ કેસ છે. વર્લ્ડોમીટર મુજબ કોરોનાથી બીજા સૌથી વધારે પ્રભાવિત દેશ ભારત છે. પણ અહીં સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે.
2021માં શનિની ચાલમાં નહીં પડે કોઇ ફરક, સાડાસાતી અને ઢૈયા પર શું પડશે અસર, જાણો
ગુજરાતને અડીને આવેલા આ હિલ સ્ટેશન થીજી ગયું, ઠેર ઠેર જામી ગયો બરફ